મુંબઈઃ ટીવી શો કસૌટી ઝિંદગી કી-2માં અનુરાગ બસુની મુખ્ય ભૂમિકા નિભાવનાર એક્ટરના પાર્થ સમથાનના પિતાનું શુક્રવારે નિધન થઈ ગયું હતું. આ અહેવાલ મળતા પાર્થ શોનું શૂટિંગ છોડીને પુણે રવાના થયો હતો. જોકે પિતાના અંતિમ સંસ્કારના બે દિવસ બાદ પાર્થે ફરી શૂટિંગ શરૂ કર્યું છે.



તમને જાણીને નવાઈ લાગશે કે પિતાના દેહાંતના બે જ દિવસ બાદ એટલે કે 21 એપ્રિલે પાર્થ કસૌટીના સેટ પર શૂટિંગ કરવા હાજર રહ્યો હતો. પિતાની અંતિમ ક્રિયા બાદ કામ પ્રત્યેના કમિટમેન્ટને કારણે પાર્થ શૂટિંગ માટે આવી ગયો હતો.



સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, પાર્થ આખો દિવસ ગુમસુમ બેઠો હતો અને તેણે પોતાના ભાગનું શૂટિંગ પતાવ્યું હતું. તે પોતાના પિતાથી ખૂબ જ નજીક હતો અને આથી જ તેને આ આઘાતમાંથી ઉગરતા થોડો સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે પિતા હોસ્પિટલમાં હતા ત્યારે પાર્થ મુંબઈમાં શૂટિંગમાં વ્યસ્ત હતો. તે પિતા પાસે પહોંચી શકે તે પહેલા જ તેના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા અને પાર્થ તેના પિતાને છેલ્લી વાર મળી નહતો શક્યો.