આકાશ અંબાણીની પાર્ટીમાં આ એક્ટ્રેસે પહેર્યો બે લાખનો ડ્રેસ, લોકોએ કરી ટીકા....
નવી દિલ્હીઃ હાલમાં જ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની સગાઈ શ્લોકા મહેતા સાથે થી. પ્રી એન્ગેજમેન્ટ બાદના કાર્યક્રમમાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ અને બિઝનેસમેન સામેલ થયા હતા. એવામાં તમામ સ્ટાર્સના ડ્રેસીસ પણ ખૂબ જ એક્ટ્રેક્ટિવ અને જોવા લાયક હતા. આ પાર્ટીમાં બોલિવૂડની મોટા ભાગની અભિનેત્રીઓ સુંદર ડ્રેસમાં આવી પહોંચી હતી. ઐશ્વર્યા રાય, આમિરની પત્ની કિરણ રાવથી લઈને કૈટરીન કૈફ એક બીજાના લુકથી ટક્કર આપતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાન્ય રીતે દરેક પાર્ટીમાં કેટરિના કૈફ પર્ફેક્ટ જોવા મળે છે. તેની એક્સેસરીઝથી લઈને આઉટફીટ ધમાકેદાર હોય છે પરંતુ આ પાર્ટીમાં તે એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. ડ્રેસ ડિઝાઈનર લુઈસા બેકારિયા (Luisa Beccaria) ના ફોલ વિન્ટર 2017/18 કલેક્શનમાંથી એક હતો. આ ડ્રેસની કિંમત આશરે 3248 ડોલર એટલે કે 2 લાખ 11 હજાર રૂપિયા હતી.
જ્હોન અબ્રાહમ કેઝ્યુઅલ ડેનિમ અને ચેક્સ શર્ટમાં પહોંચ્યો હતો તો ઐશ્વર્યા રાય ડિઝાઈનર લેબલ ઔસમેન સ્ટૂડિયોના બ્લેક ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. જોકે, કેટરિના કૈફ ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળી હતી.
આ પાર્ટીમાં આકાશ અંબાણી બ્લુ સુટમાં જોવા મળ્યો જ્યારે શ્લોકા મહેતા બ્રોકેડ હોલ્ટર નેક ડ્રેસમાં જોવા મળી હતી. શ્લોકા મહેતાનો આ ડ્રેસ ઈટાલિયન લક્ઝરી બ્રાન્ડ પ્રાડાનો છે.
કેટરિના કૈફ પોતાના આ સિમ્પલ લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહી હતી. સોશિયલ મીડિયામાં પણ કેટરિના કૈફે પહેરેલા આ ડ્રેસની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -