હવે આ હોટ એક્ટ્રેસની નાની બહેનને બોલિવૂડમાં લોન્ચ કરશે સલમાન ખાન!
ઈસાબેલ ભારતની જાણીતી કૉસ્મેટિક બ્રાન્ડ Lakmeની બ્રાન્ડ એમ્બેસેડર છે. અગાઉ આ બ્રાન્ડ માટે કરીના કપૂર ખાન અને શ્રદ્ધા કપૂર જેવી એક્ટ્રેસ કામ કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે પહેલીવાર કેનેડિયન ફિલ્મ ‘ડૉ.કેબી’માં કામ કર્યું હતું. આ ફિલ્મનો લીડ એક્ટર કુણાલ નૈયર હતો. જણાવી દઈએ કે, ફિલ્મને પ્રોડ્યૂસ કરનારાઓમાં પહેલું નામ સલમાન ખાનનું હતું.
ઈસાબેલે થિએટરની ટ્રેનિંગ લીધી છે, તે એક્ટ્રેસ હોવાની સાથે-સાથે એક થિએટર પ્રોડક્શન કંપનીની કો-ફાઉન્ડર પણ છે. આ ઉપરાંત તેણે ડિરેક્શનની પણ ટ્રેનિંગ લીધી છે. તેણે ન્યૂયોર્કથી શિક્ષણ મેળવ્યું છે.
ઈસાબેલે માત્ર 14 વર્ષની ઉંમરમાં મોડલિંગ શરૂ કરી દીધી હતી. અહીંથી જ તેના કરિયરની શરૂઆત થઈ, ઉલ્લેખનીય છે કે, કેટરીનાએ પણ મૉડલિંગથી જ પોતાનું કરિયર શરૂ કર્યું હતું.
કેટરીના કૈફની 6 બહેનો (ઈસાબેલ, સ્ટેફની, ક્રિસ્ટીન, નતાશા, મેલિસા, સોનિયા) અને એક ભાઈ (માઈકલ) છે.
ઈસાબેલનો જન્મ 22 માર્ચ 1986ના રોજ હોંગકોંગમાં થયો હતો. અત્યારે બહુ ઓછા લોકો ઈસાબેલને ઓળખે છે.
કૈટરીના કૈફની બહેન ઇસાબેલ કૈફ હવે બોલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલ છે કે, સલમાન ખાન તેને લોન્ચ કરશે. 31 વર્ષીય ઇસાબેલ પોતાની બહેન કૈટરીનાથી નાની છે અને તેના જેવી જ દેખાય છે. જોકે, કેટલાક લોકોને કે કૈટરીના કરતા વધારે સુંદર પણ લાગી રહી છે. ઇસાબેલ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટવિ છે. તે પોતાની અનેક સુંદર તસવીરો શેર કરતી રહે છે, જે એ વાતનો પુરાવો છે કે ઇસાબેલ બોલીવુડમાં આવીને અનેક એક્ટ્રેસને ટક્કર આપવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -