કિંજલ દવે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને સમયાંતરે તે પોતાની શાનદાર તસવીરો પણ શેર કરતી રહે છે. તેની તસવીરો પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે અને ફેન્સ પણ કોમેન્ટ કરીને તેના વખાણ કરે છે. ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના મંગેતર પવન જોશી સાથે મુંબઈ ગઈ હતી. બંને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પહોંચી ગઇ હતી અને જેઠાલાલ સાથે મુલાકાત કરી હતી.




 


કિંજલ દવે  સોશિયલ મીડિયા પર આ મુલાકાતની તસવીરો પોસ્ટ કરી છે.  મુંબઇમાં તે તારક મહેતાના સેટ પર પહોંચી ગઇ હતી અને અહીં તેમણે તારક મહેતાના તમામ કલાકારો સાથે મુલાકાત કરી હતી.




 


તાજેતરમાં, કિંજલ દવે અહીં ગડા હાઉસની મહેમાન બની હતી અને જેઠાલાલ સાથે ઉડતી મુલાકાત કરી હતી. આ સમયની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર કિંજલ સાથે  જેઠાલાલ ઉર્ફે દીલીપ જોશીની તસવીરો વાયરલ થઇ છે.  




કિંજલની આ તસવીરોને લાખો લાઇક મળી છે.  ફેન્સ એટલા માટે પણ આ તસવીરને પસંદ કરી રહ્યાં છે કારણે કે આ બંને કલાકાર ગુજરાતના છે અને કલા થકી તેને  કલા જગતમાં એક અલગ ઓળખ ઉભી કરી છે અને કલા પ્રતિભાથી સૌ કોઇનું દિલ જીતી લીધું છે.


પવન જોશીએ સોશિયલ મીડિયા પર દિલીપ જોશી (જેઠાલાલ) સાથેની એક તસવીર શેર કરી અને કહ્યું, "છેવટે, હું મારા પ્રિય અભિનેતા અને કોમેડી કિંગ દિલીપ જોશી સરને મળ્યો." કિંજલ દેવની સાથે તેનો ભાઈ આકાશ દવે પણ હતો. સિરિયલમાં ત્રણેય ગડા હાઉસ એટલે કે જેઠાલાલના ઘરે ગયા અને ઝુલા પર બેસીને ફોટો ખેંચાવ્યાં હતા.




કિંજલના ફિયાન્સ પવન જોશીએ  પવન જોશીએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પવન જોશીએ ત્રણ ફોટા શેર કર્યા છે, જેમાંથી એકમાં જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી કુર્તો પહેરીને પવન જોશી સાથે પોઝ આપતા જોવા મળે છે. એક ફોટોમાં અંજલિની ભાભી એટલે કે સુનયના ફૌઝદાર પણ જોવા મળી રહી છે.




પવન જોષીએ શેર કરેલી અન્ય તસવીરમાં, તે તેની ભાવિ પત્ની કિંજલ દવે સાથે ઝૂલા પર બેઠેલા જોઈ શકાય છે, બીજી  તસવીરમાં પવન જોષી, કિંજલ દવે, આકાશ દવે, લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલ અને અન્ય લોકો પણ નજરે પડે છે. આ સિવાય પવન જોશી અને આકાશ દવે પણ અંજલિ ભાભી સાથે જોવા મળી રહ્યા છે. સુનયના ફોજદાર અંજલિ ભાભીનું પાત્ર ભજવી રહી છે.




આ સિવાય પ્રીતિ જેઠવાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે તસવીરો પણ શેર કરી છે, જેમાં તે કિંજલ દવે સાથે જોવા મળી રહી છે. પ્રીતિ જેઠવા એ અભિનેતા વિશાલ જેઠવાની રિયલ લાઈફ માતા છે, જેણે તાજેતરમાં વેબ સિરીઝ ‘હ્યુમન’માં મંગુની ભૂમિકા ભજવી હતી. પ્રીતિ જેઠવાએ શેર કરેલી બીજી તસવીરમાં કિંજલ દવે, પ્રીતિ જેઠવા, આકાશ દવે અને પવન જોશી જોવા મળે છે.