કોર્ટે કિંજલ દવેને ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત ન ગાવા આપ્યો આદેશ, જાણો શું છે કારણ
ગીત અપલોડ કર્યાના એક મહિના બાદ તેમાં સામાન્ય ફેરફાર કરીને કીંજલ દવેએ તેને યૂટ્યૂબ પર 2016માં અપલોડ કર્યું હતું. અરજદારે કોર્ટમાં કહ્યું કે, આ ગીતથી કિંજલને ખાસ્સો ફાયદો થયો છે અને ક્રેડિટ મળી છે. ખરેખર તો જેનું આ ગીત છે તેને કોઈ ક્રેડિટ કે ચાહના જ મળી નથી. કોર્ટે આ કેસમાં કિંજલ દવેને નોટિસ ઈશ્યૂ કરી છે અને ગીતના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે આ ગીતને લઈને કોપીરાઈટનો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે, તેણે આ ગીત લખ્યું છે અને ગાયું છે અને કિંજલ દવેએ તેની નકલ કરી છે. યુવકના દાવા પ્રમાણે વર્ષ 2016માં તેણે આ ગીત અપલોડ કર્યું હતું.
અમદાવાદઃ ‘ચાર બંગડીવાળી ગાડી’ના ગીતથી જાણીતી થયેલ કિંજલ દવેને અમદાવાદની કોમર્શિયલ કોર્ટે આ ગીત ન ગાવા માટે વચગાળાનો આદેશ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -