વિરાટ-અનુષ્કાના મેરેજમાં સલમાનની અવગણના, જાણો કોને મળ્યું આમંત્રણ
નવેમ્બર મહિનામાં ક્રિકેટર વિરાટ કોહલીએ શ્રીલંકા સામે વન-ડે અને ટી-20 રમવાની ના પાડીને વ્યક્તિગત કારણોસર રજા લીધી હતી. ત્યારથી એવો અંદાજ લગાવવામાં આવતો હતો કે અનુષ્કા અને વિરાટ જલ્દી લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિકેટ જગતમાંથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, યુવરાજ સિંહ અને વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માને લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે લગ્નમાં શાહરૂખ ખાન અને આમિર ખાનને બોલાવવામાં આવ્યા છે પરંતુ બોલિવૂડના દબંગ સલમાન ખાનને આમંત્રણ નથી આપવામાં આવ્યું.
મીડિયામાં લગ્નના દાવાની સાથે તેમના મેરેજમાં સામેલ થનારાં મહેમાનોનું લિસ્ટ પણ સામે આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ આ મેરેજમાં ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. બોલિવૂડ અને ક્રિકેટ જગતના અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના મેરેજના અહેવાલ હાલ ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ આ કપલ 12 કે 18 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે, બંને આ અહેવાલનું ખંડન કરી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં આ બંનેના મેરેજ ઇટાલીમાં થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -