સેટ પર અચાનક જ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન રડવા લાગ્યા, જાણો કેમ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આમ છતાં અનામિકાએ જોખમ લીધું અને સાચો જવાબ આપીને આ સીઝનની પહેલી કરોડપતિ બનવામાં સફળ રહી હતી. આ એપિસોડ ઓક્ટોબરમાં ઓનએર થશે.
અનામિક જ્યારે 1 કરોડ રૂપિયાના સવાલ પર પહોંચી ત્યારે તેની પાસે કોઈપણ લાઈફ લાઈન બચી નહોતી. આ જવાબ તેણે માત્ર પોતાના પ્રેક્ટિકલ નોલેજ પર આપવાનો હતો. આ દરમિયાન અનામિકાની મા રડવા લાગી. તે ઈચ્છતી નહોતી કે અનામિકા કોઈપણ પ્રકારની લાઈફ લાઈન વિના જ જોખમ લઈને આ ગેમ રમે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર લખ્યું હતું કે ચાહકો તરફથી મળતાં પ્રેમને કારણે તેમની આંખોમાંથી આંસુ આવવા લાગ્યાં. તેઓ આ કારણથી પોતાના આંસુઓ રોકી શક્યા નહીં.
મુંબઈ: ‘કૌન બનેગા કરોડપતિ-9’ શો થોડા સમય પહેલાં જ શરૂ થયું છે. આ શોએ દર વર્ષે ઘણાં લોકોની જિંદગી બદલી છે અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આ બધાં લોકોની જિંદગી બદલાતા જોઈ છે. જ્યારથી કેબીસીની શરૂઆત થઈ છે ત્યારથી અમિતાભ બચ્ચન જોડાયેલા છે અને હંમેશા પોતાના ચાહકોનો બહુ જ પ્રેમ મળ્યો છે. આ સીઝનમાં પણ તેમના ઘણાં ચાહકો આવ્યા છે.
અમિતાભ બચ્ચન હાલમાં 'કેબીસી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. નવરાત્રિના તહેવાર પર પણ અમિતાભ આ શોના શૂટિંગમાં વ્યસ્ત હતાં. તે દરમિયાન સેટ પર એવું તો શું થયું કે અચાનક જ અમિતાભ બચ્ચનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં. આ તસવીરો અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસવીરની સાથે તેમણે લખ્યું હતું કે ચાહકો તરફથી મળતાં પ્રેમને કારણે તેમની આંખોમાંથી આંસુ આવવા લાગ્યાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -