કહેવાય છે કે, કૃતિએ આ ફિલ્મ ઇન્ટીમેટ સીનના કારણે છોડી છે. અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની આ ફિલ્મમાં કૃતિને પહેલા સાઇન કરવામાં આવી હતી. સ્પોટબોયના અહેવાલ અનુસાર આ ફિલ્મની શૂટિંગ શરૂ થયાને બે જ દિવસ થયા હતા. આ સીનમાં કૃતિને એક કો એક્ટર સાથે ખૂબ જ ઇન્ટીમેટ સીન કરવાનો હતો. સાથે સીનમાં લીપલૉક પણ હતો. જ્યારે ઇમરાન હાશમીને આ બધુ બીજા રૂમમાં બેસીને જોવાનું હતું.
કૃતિએ આ વાત જણાવવામાં આવી ન હતી. અને આ આટલા ઇન્ટીમેટ સીનની જરૂરિયાન કૃતિને ન લાગતા મેકર્સ સાથે આ મામલે થોડી ચર્ચા કર્યા પછી કૃતિએ આ ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો.
તમને જણાવી દઇએ કે આ રિપોર્ટ પર કૃતિએ પોતાની કોઇ પ્રતિક્રિયા હજી સુધી નથી આપી. અને પ્રોડ્યૂસર આનંદ પંડિતે એક ટ્વિટ દ્વારા કૃતિ અને મેકર્સની સહમતિથી આ ફિલ્મથી અલગ થવાની વાત ઉચ્ચારી છે.