Warina Hussain: ફિલ્મ 'લવરાત્રિ'થી હિન્દી સિનેમા જગતમાં પગ મુકનારી એક્ટ્રેસ વરીના હૂસેન (Warina Hussain)એ પોતાની સુંદરતાથી ચારેયબાજુ સનસની મચાવી રાખી છે. એક્ટ્રેસની ડ્રેસિંગ સેન્સ, આંખો અને ઝૂલ્ફો પર કોઇપણ દિલ હારી બેસી શકે છે. તાજેતરમાં જ વરીના હૂસેન કેટલીક તસવીરો શેર કરી છે જે જોરદાર વાયરલ થઇ રહી છે. 


ખરેખરમાં, વરીના હૂસેનની જે તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે, તે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનની છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં એક્ટ્રેસ રેડ ડ્રેસમાં કમાલની લાગી રહી છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં વરીના હૂસેન પોતાની સુંદરતાથી દરેકને દિવાના બની રહી છે. સાથે જ તેની મદહોશ અદાઓ બધાનુ ધ્યાન ખેંચી રહી છે. વરીના હૂસેનનો રેડ ડ્રેસમાં આ હૉટ લૂક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. સાથે જ વરીના હૂસેનની આ તસવીરો પર જોરદાર લાઇક અને કૉમેન્ટ પણ આવી રહી છે.  






વરીના હૂસેનની હૉટનેસનો અંદાજો તમે આ શાનદાર તસવીરોના માધ્યમથી આસાનીથી લગાવી શકો છો. એટલુ જ નહીં વરીના હૂસેનનો ચૂલબુલો અંદાજ પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. હાલના સમયમાં ફિલ્મોથી દુર વરીના હૂસેન મોટાભાગનો સમય સોશ્યલ મીડિયા પર જ વિતાવે છે. જે અંતર્ગત તે દરરોજ એકથી એક ચઢિયાતી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.


ઉલ્લેખનીય છે કે, વરીના હૂસેને બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના પ્રૉડક્શનમાં બનેલી ફિલ્મ 'લવરાત્રિ'થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં વરીના હૂસેન એક્ટર આયુષ શર્માની કૉ-સ્ટારના રૉલમાં હતી. 






આ ઉપરાંત વરીના હૂસેન છેલ્લીવાર સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ 'દબંગ 3'ના 'મુન્ના બદનામ' સૉન્ગમાં આઇટમ ડાન્સ કરતી દેખાઇ હતી.


 














































---


આ પણ વાંચો........... 


અમેરિકાને એક શબ્દમાં વર્ણવા જતાં ફસાયા જો બાઈડન, શું બોલ્યા કોઈને ખબર ના પડી, જુઓ વીડિયો


Sovereign Gold Bond: સસ્તામાં સોનું ખરીદવની આજે છેલ્લી તક, જાણો કેન્દ્ર સરકારે એક ગ્રામની કિંમત કેટલી રાખી છે?


સબસ્ક્રિપ્શનમાં ઘટાડો થતાં નેટફ્લિક્સે વધુ 300 કર્મચારીઓની છટણી કરી, મે મહિનામાં 150 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા


Video Viral: વિચિત્ર રીતે આઉટ થયો કીવી બેટ્સમેન નિકોલસ, બન્ને બેટ્સમેનના બેટ પર ટકરાયો બૉલ ને પછી......


Corona Update: કોરોનાના કેસમાં ભારે વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા