નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલ તમામ પક્ષોના નેતા પોતાના વિપક્ષી દળ પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી ભાજપના હાલના નેતૃત્વ પર હુમલો કરી રહ્યા છે તો ભાજપ નેતા અમિત શાહ અને નરેન્દ્ર મોદી ભારતની ગરીબી સહિત તમામ મુદ્દા માટે દેશના પ્રથમ વડાપ્રધાન નેહરુને જવાબદાર ઠેરવી રહ્યા છે.


રેલીના મંચનો ઉપયોગ નેહરૂ વિરૂદ્ધ બોલવાને લઈને ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ભાજપ નેતાઓના નામ લીધા વગર મજાક ઉડાવી છે. પોતાના ટ્વિટમાં તેણે પૂછ્યું કે, પંડિત જવાહરલાલ નેહરુ ક્યાંથી ચૂંટણી લડી રહ્યા છે, હું એમને મત આપવા માગુ છું.

સ્વરા ભાસ્કરે કહ્યું, ‘પંડિત જવાહરલાલ નેહરુ કઈ લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે? હું તેના વિશે વિતેલા પાંચ વર્ષથી સાંભળી રહી છું. હું વિચારું છું કે હું પણ તેમને મત આપું!’ સ્વરાનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. સ્વરાના આ ટ્વિટ પર રિપ્લાઈ કરીને લોકો ખૂબ મજા લઈ રહ્યા છે.