લુધિયાણાઃ રાખી સાવંતની મુશ્કેલી વધી, કોર્ટે જારી કર્યું ધરપકડ વોરન્ટ
સ્થાનિક એડવોકેટ નરેન્દ્ર અદિયાએ વિતેલા વર્ષે નવ જુલાઈના રોજ રાખી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને દાવો કર્યો હતો કે વિતેલા વર્ષે એક ખાનગી ટીવી ચેનલ પર એક કાર્યક્રમ દરમિયાન તેની ટિપ્પણીથી વાલ્મીકિ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ન્યાચિક મેજિસ્ટ્રેટની કોર્ટે નવ માર્ચના રોજ તેની વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાખીની તરફથી હાજર વકીલ રજની લખનપાલે કોર્ટમાં જણાવ્યું કે, તેની અસીલે આ મામલે કંઈ કહ્યું ન હતું. તેમણે કહ્યું કે, ઉપરાંત તેણે વાલ્મીકી સમુદાયની આ મામલે બિનશરતી માફી માગી લીધી છે.
મેજિસ્ટ્રેટ શિવવ ગુપ્તાએ રાખી સાવંત વિરૂદ્ધ વોરન્ટ જારી કર્યું, કારણ કે તે સુનાવણીમાં હાજર રહી ન હતી. તેમણે લુધિયાણાના એસપીને એ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે કે, તે સાત જુલાઈના રોજ કોર્ટમાં હાજર રહે.
લુધિયાણાઃ લુધિયાણાની એક કોર્ટે શુક્રવારે મહાકાવ્ય રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિની વિરૂદ્ધ કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ અભિનેત્રી રાખી સાવંત વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -