મુંબઇઃ ભારતમાં ત્રીજી લહેરે એન્ટ્રી મારી દીધી છે. મોટાભાગના રાજ્યોમાં કોરોનાની નવી ગાઇડલાઇન અને કડક પ્રતિબંધો લગાવવામાં આવી ચૂક્યા છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની ઇફેક્ટ હવે બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પણ પડેલી દેખાઇ રહી છે. મોટાભાગની મેગા બજેટ ફિલ્મોની રિલીઝ પાછી ઠેલાઇ છે તો વળી કેટલીક ફિલ્મોની રિલીઝ અટવાઇ છે. 


બોલીવૂડ અને સાઉથ સિનેમા બન્નેની રિલીઝ કેલેન્ડરમાં કોરોનાના કારણે ગૂંચવાડો ઉભો થયો છે. આ વર્ષે એપ્રિલ સુધી રૂપિયા ૨૧૦૦ કરોડનું બજેટ ધરાવતી ૧૪ ફિલ્મોના રિલીઝમાં ગરબડ આવી છે, એટલે કે આ ફિલ્મો રિલીઝ ડેટ પ્રમાણે રિલીઝ નથી થઇ શકવાની. જો આમ થશે તો આવનારા મહિનાઓમાં અન્ય ફિલ્મોનું પણ શિડ્યૂલ ખોરવાઇ તેવી શક્યતા છે. 


વર્ષ 2022માં મેગાબજેટ ફિલ્મો ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં આવનારી ફિલ્મોમાં આરઆરઆર, રાધે-શ્યામ અને પૃથ્વીરાજની રિલીઝ ટળી ગઇ છે, આ ત્રણ ફિલ્મો પર રૂપિયા ૧૧૦૦ કરોડનો દાંવ લાગવાનો હતો. 


કોરોનાની ત્રીજી લહેરના કારણે અગાઉથી જ બૉલીવુડની સુપર ફિલ્મો ગણાનારી ફિલ્મ જર્સી, ગંગુબાઇ કાઠિયાવાડી, જયેશભાઇ જોરદાર, બચ્ચન પાંડે તેમજ અન્યો ફિલ્મોની રિલીઝ ટળી ગઇ છે. જોકે, સ્થિતિ કાબુમા આવે પછી આ ફિલ્મોની રિલીઝ ડેટ નક્કી થશે. 


આ પણ વાંચો--


ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના


Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત


નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા


Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?


અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી