PM Modi's Security Breach: પંજાબમાં વડાપ્રધાન મોદીના કાફલાને રોકવા મામલે પોલીસે આઇપીસીની કલમ 283 હેઠળ 150 અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઇઆર કુલગઢી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કેન્દ્રને મોકલેલી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સંબંધમાં ફિરોઝપુરમાં એક એફઆઇઆર દાખલ કરાઇ છે. પંજાબ સરકારે કહ્યું  હતું કે મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં કોઇ ચૂક થઇ નથી. આ મામલાની તપાસ માટે ગુરુવારે સમિતિની જાહેરાત કરાઇ હતી. સમિતિને ત્રણ દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે.


આ અગાઉ આજે કેન્દ્રની એક ટીમ ફિરોઝપુર પહોંચી હતી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. રાજ્ય સરકારે કેન્દ્રને એક રિપોર્ટ સોંપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સંબંધમાં એક એફઆઇઆર દાખલ કરાઇ હતી.


સમિતિનું નેતૃત્વ સચિવ (સુરક્ષા), કેબિનેટ સચિવાલય સુધીર કુમાર સક્સેના કરી રહ્યા છે અને તેના બે અન્ય સભ્યોમાં ગુપ્તચર બ્યૂરોના સંયુક્ત નિર્દેશક બલબીર સિંહ અને એસપીજીના આઇજી એસ.સુરેશ સામેલ છે.  કેન્દ્ર સરકારે સમિતિને જલદી રિપોર્ટ સોંપવા કહ્યું છે.


એક રિપોર્ટ અનુસાર ગૃહ મંત્રાલયે વડાપ્રધાન મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષાને ગંભીર ચૂક ગણાવી છે. આ મામલાને લઇને ભટિંડા અને ફિરોઝપુરના કેટલાક વરિષ્ઠ અધિકારીઓને કારણ બતાઓ નોટિસ જાહેર કરી છે. બુધવારે ફિરોઝપુરમાં પ્રદર્શનકારીઓ દ્ધારા રોડ બ્લોક કરવામાં આવતા વડાપ્રધાન મોદીનો કાફલો ફ્લાઇઓવર પર લગભગ 15 થી 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. બાદમાં તે પંજાબમાં કાર્યક્રમમાં સામેલ થયા વિના જ પરત ફર્યા હતા. મોદીના આ કાર્યક્રમોમાં એક રેલી પણ સામેલ હતી.


 


Gujarat New Corona Guidelines: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યની તમામ સ્કૂલોના એકથી નવના ક્લાસ ક્યાં સુધી બંધ રાખવાની કરાઈ જાહેરાત ?  


ગુજરાત સરકારે 10 શહેરોમાં રાત્રિ કરફ્યુમાં કોને આપી છૂટ ? છૂટ લેવા માટે શું કરવાનું રહેશે ?


Emraan Hashmi ની આ એક્ટ્રેસનો દરિયા કિનારે બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ફેન્સ બોલ્યા  'Hayeeeee Garmiiii'


સ્માર્ટફોન ખોવાઇ જાય તો ચિંતા નહીં, તમે આ ટ્રિક્સની મદદથી આસાનીથી શોધી શકશો મિનીટોમાં, જાણો ટ્રિક્સ...........