મુંબઇ: સોશિયલ મીડિયા પર પોતાની કેમિસ્ટ્રીન લઈને ચર્ચમાં રહેનારી બૉલિવૂડ જોડી શાહિદ કપૂર અને મીરા રાજપૂતે ફેશનની દુનિયામાં એન્ટ્રી મારી છે. વોગ વેડિંગ શો ના સાતમાં એડિશનમાં શાહિદ અને મારી વોગ વેડિંગ બુકના કવર પર પસંદ કરવામાં આવ્યા છે.


શાહિદ અને મીરાની આ તસવીરનો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ જોડીના ફેન્સ તેમની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બીજા બાળકની માતા બન્યા બાદ મીરાના આ ગ્લેમરસ અંદાજના ખૂબ વખાણ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ લાઈક એન્ડ શેર કરવામાં આવી રહી છે.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ હાલમાં પોતાની હિટ ફિલ્મ કબીર સિંહને લઈને છવાયેલો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. એવામાં શાહિદ આ સફળતાને પોતાના પરિવાર અને દોસ્તો સાથે સેલિબ્રેટ કરી રહ્યો છે.