એવું તે શું થયું કે PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના ઉમેદવારોની કરવી પડી પસંદગી? જાણો આ રહ્યું કારણ
બીજી બાજુ અમિત શાહની ગુજરાત મુલાકાતો અને ગુજરાત ભાજપી બધી બેઠકોમાં અમિત શાહની સૂચક હાજરીથી એવી પણ ચર્ચા ચાલી હતી કે અમિત શાહ નક્કી કરશે તેને જ ટિકિટ મળશે. 2012થી અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચે આતંરિક જૂથબંધી ચાલી રહી છે. કાર્યકરોમાં પણ દ્રિધા છે કે આ ચૂંટણીમાં બેનનું વર્ચસ્વ ચાલશે કે અમિત શાહ ગુજરાતને સંભાળશે. અમિત શાહ અને આનંદીબેન વચ્ચેની આતંરિક જૂથબંધીની વાતો અને રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પણ પહોંચી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભાની ચૂંટણીના આરંભથી જ ભાજપમાં આનંદીબેન અને અમિત શાહ બે જૂથો વચ્ચે કોલ્ડવોર ચાલી રહી છે. જેમાં આ ચૂંટણીમાં આનંદીબેનનું વર્ચસ્વ વધશે અને બેન ધારે તેને ટિકિટ અપાવ શકશે તેવી એક લાગણી કાર્યકરોમાં ઊભી થઈ હતી.
ટિકિટોની ફાળવણીમાં બેન અને શાહ વચ્ચે સાથે રાખીને ગુજરાતમાં 150થી વધુ બેઠકો મેળવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. તે જોતાં બંન્ને જૂથો વચ્ચેના વિવાદનો ઉકેલ અને ભાજપન 182 ઉમેદવારોનું નામ ફાઈનલ કરવાની જવાબદારી વડાપ્રધાને લીધી હતી.
પાર્લામેન્ટરી બોર્ડમાં આનંદીબેન પટેલને આમંત્રણ હોવા છતાં તેઓ દિલ્હી ગયા ન હતા. આનંદીબેનની ગેરહાજરીમાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડમાં થયેલી ચર્ચા બાદ કેટલાક નામોમાં વિવાદ ઊભો થતાં અમિત શાહ એકાએક અમદાવાદ દોડી આવી પહોંચ્યા હતાં અને સતત 4 કલાક સુધી કમલમ ખાતે બેઠકો યોજીને મામલો ઉકેલવા માટે પ્રયાસ કર્યો હતો.
ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ આનંદીબેનના સમર્થક 52 ઉમેદવારોને ટિકિટ આપવા મામલે ચર્ચા થઈ હતી. જેમાં 45 નામો પર સહમતિ સમાઈ હતી. પરંતુ 7 નામો પર હજુ સુધી કોઈ નિર્ણય ન થતાં મામલો ગૂંચવાયો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાત તરફની વધુ નજર અને વારંવારની ગુજરાત મુલાકાતોથી ભાજપના કાર્યકરો અને ટિકિટવાંછુઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. બીજી બાજુ, આનંદીબેન પટેલ જૂથ પણ બેન ટિકિટ અપાવશે તેની રાહ જોઈને બેઠા છે. ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર, 182 બેઠકોમાંથી આનંદીબેને 52 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખવાની માંગણી સીધા જ વડાપ્રધાન સમક્ષ કરી હતી.
છેલ્લા ત્રણ દિવસથી ભાજપના નેતાઓ ઉમેદવારોના મુદ્દે અનેક બેઠકો અને એનાલિસીસ કરી રહ્યા હતાં, પરંતુ આ ચૂંટણીમાં આનંદીબેન પટેલ અને અમિત શાહ વચ્ચેની જૂથબંધી સપાટી પર આવે તેવી શક્યતા હોવાથી મામલો ગૂંચવાયો હતો. જેને ઉકેલવા નરેન્દ્ર મોદીએ પ્રયત્ન શરૂ કર્યા હતાં. જેના ભાગરૂપે આજે 70 નામો જાહેર થયા હતાં. જેમાં સીનિયર ધારાસભ્યો અને મંત્રીઓને રિપીટ કરીને સેફ ગેમ રમ્યા છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીના મુદ્દે ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થતાં ઉમેદવારોની પસંદગીનો મુદ્દે અટવાઈ ગયો હતો ત્યારે ગુજરાતના તમામ 182 ભાજપના ઉમેદવારોની પસંદગીનો આખરી નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છોડવામાં આવ્યો હતો. જેના અનુસંધાને નરેન્દ્ર મોદીની સહમતિ સાથે 70 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતાં. આ ઉમેદવારોમાં કોંગ્રેસમાંથી આવેલ નેતાઓને પણ ભાજપે ટિકિટ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -