નાના પાટેકરના વકીલે કહ્યું ‘માફી માંગે તનુશ્રી, આજે સાંજ સુધીમાં મળી જશે નોટિસ’
નાના પાટેકરે જણાવ્યું કે, ‘તનુશ્રી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે અને ફિલ્મના સેટ પર હાજર લોકોને પણ તેને પૂરો સપોર્ટ છે. નાના પાટેકરે કહ્યું કે, ‘શારીરિક શોષણથી તમારો શું મતલબ છે? જણાવી દઉં કે તે સમયે સેટ પર મારી સાથે 50 થી 100 લોકો હાજર હતા અને હવે હું આ મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરીશ, લોકો કંઈ પણ કહે હું મારું કામ ચાલુ રાખીશ’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે બૉલીવુડની હૉટ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ સ્ટાર અભિનેતા નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે નાના પાટેકર મહિલાઓ પ્રત્યે ખરાબ વર્તન કરે છે. વળી, હીરોઇનોને શૂટિંગના સેટ પર મારતા પણ હતા.
મુંબઈ: એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ‘હૉર્ન ઑકે પ્લીઝ’ ફિલ્મની શૂટિંગ દરમિયાન જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. આ આરોપ પર પ્રતિક્રિયા આપતા નાના પાટેકર કહ્યું હતુ કે તનુશ્રી સામે તેઓ જલ્દીથી કાયદાકીય કાર્યવાહી કરશે. ત્યારે હવે નાના પાટેકરનાં વકીલનું નિવેદન સામે આવ્યું છે. નાના પાટેકરનાં વકીલે કહ્યું છે કે તનુશ્રીને આજે કાયદાકીય નોટિસ મળી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -