બિદિતા સાથેના હોટ સેક્સ સીન નવાઝુદ્દીને પહેલાં કઈ હીરોઈન સાથે શૂટ કરેલા? જાણો વિગત
નવી દિલ્હીઃ નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ બાબૂમોશાય બંદૂકબાજ આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ શરૂથી જ વિવાદમાં રહી છે. સૌથી પહેલા આ ફિલ્મ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે આ ફિલ્મનું ઘણું શૂટિંગ કર્યા બાદ તેને અધવચ્ચે જ છોડી દીધી હતી. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, ચિત્રાંગદા ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે ઇન્ટીમેટ સીન કરવા માગતી ન હતી, માટે તેણે ફિલ્મ વચ્ચે જ છોડી દીધી હતી. જોકે હવે નવાઝે ચિત્રાંગદા વિશે કંઈક અલગ જ ખુલાસો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ એક પ્રમોશનલ ઇવેન્ટમાં મીડિયા સાથે વાત કરાતં નવાઝે ચિત્રાંગદા પર લાગેલ આરોપો અંગે સ્પષ્ટતા કહ્યું કે, ઇન્ટીમેટ દ્રશ્યોને કારણે ચિત્રાંગદાએ ફિલ્મ નથી છોડવાની વાત સાચી નથી, કારણ કે તેણે ફિલ્મ છોડતા પહેલા જ અમારા ઇન્ટીમેટ સીન શૂટ થઈ ગયા હતા. ખરેખર તો સ્ક્રિપ્ટને લઈને તેને કેટલીક મુશ્કેલી હતી. જેના કારણે તેણે ફિલ્મ છોડી દીધી.
પહલાજ નિહલાની સેન્સર બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે આ ફિલ્મમાં કુલ 48 કટ લગાવવામાં આવ્યા હતા જેને લઈને ફિલ્મમેકર્સની સાથે સાથે ખુદ નવાઝે પણ નારજાગી દર્શાવી હતી. જોકે હાલમાં જ બોર્ડનું અધ્યક્ષ પદ પ્રસૂન જોશીને આપવામાં આવ્યું છે અને તેમણે ફિલ્મને 8 કટ બાદ ‘એ’ સર્ટિફિકેટની સાથે રિલીઝ કરવાની મંજૂરી આપી હતી.
જણાવીએ કે, આ પહેલા ચિત્રાંગદાએ આરોપ લગાવ્યો હતો કે તેણે ઓછા કપડામાં ઇન્ટીમેટ સીન શૂટ કરવા માટે કહેવામાં આવ્યું હતું જેના કારણે તેણે બાબૂમોશાય બંદૂકબાજ ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી હતી. ચિત્રાંગદાએ ફિલ્મ છોડ્યા બાદ બિદિતા બાગને તેની જગ્યાએ ફિલ્મમાં લેવામાં આવીહતી. તેની અને નવાઝની વચ્ચે ફિલ્માવવામાં આવેલ ઇન્ટીમેટ સીન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ચર્ચામાં છે. તેને લઈને સેન્સર બોર્ડમાં પણ ઘણો વિવાદ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -