અમદાવાદના ધનિકોની છોકરીઓ માણતી હતી છોકરાઓ સાથે મહેફિલ, પોલીસ ત્રાટકી પછી શું થયું?
ધરપકડ કરાયેલા કોલેજિયનો અમદાવાદ લો ગાર્ડન સ્થિત જીએલએસ કોલેજનાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓ છે. જેમાં જવાહર કોલોનીમાં રહેતા અમિત હરેશ સબનાનીનો જન્મ દિવસ હોવાથી તેમનાં ક્લાસમેટ રવીએ પોતાનાં ફ્લેટે જ પાર્ટી રાખવાનું નક્કી કર્યું હતું. જ્યાં કેક કાપવાની સાથે દારૂની મહેફિલનું પણ આયોજન કરાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાધે રેસીડેન્સીનાં રવિચંદ્ર પ્રકાશ મંગાનીની માલીકીનાં બ્લોક-એમાં આવેલા ફ્લેટ નં-801માં મહેફિલ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડતા યુવક-યુવતીઓ દારૂ-બિયરની મહેફિલમાં મશગુલ જોવા મળ્યા હતા.
ગાંધીનગર: ગાંધીનગર-અમદાવાદ હાઇ-વે પર આવેલી રાધે રેસીડેન્સીમાં અમદાવાદનાં કોલેજીયન યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા હતા. આ અંગે ઇન્ફોસીટી પોલીસને બાતમી મળતાં દરોડો પાડ્યો હતો, જેમાં અમદાવાદની જીએલએસ કોલેજનાં કોલેજીયન યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. એક યુવકનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણીની આ મહેફિલ હતી.
પોલીસે દરોડો પાડી 6 યુવતીઓ તથા 7 યુવકોની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવી પ્રોહીબિશનનો ગુનો દાખલ કર્યો હતો. મોટા ભાગનાં યુવક-યુવતી અમદાવાદનાં વેપારીનાં સંતાનો હોવાથી મોડી રાત્રે પરીવારજનો મોંઘી ગાડીઓ સાથે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.
પોલીસે સ્થળ પર પંચોની હાજરીમાં પંચનામુ કરીને આરોપીઓને ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન લાવીને પ્રોહીબિશન એક્ટ હેઠળ તમામ 13 કોલેજીયન સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે દારૂનાં કેસમાં સંતાનો પકડાયાની જાણ થતા પરીવારજનો અને સંબંધીઓ મોડી રાત્રે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન ઉતરી પડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -