કૈટરીનાનો પ્રિય ક્રિકેટર કોહલી, ધોની કે સચિન નહીં પણ આ બેટ્સમેન છે, જાણો વિગત
પોતાના મનપસંદ ક્રિકેટ વિશે જણાવતા કૈટરીનાએ કહ્યું કે, મને રાહુલ દ્રવિડ ખૂબ જ પસંદ છે. મને લાગે છે કે, તે જ ખરા જેન્ટલમેન છે. તે ક્યારેય પણ દુખી કે ગુસ્સે નથી થતા. મને તેમનો હંમેશા શાંત રહેવાનો અંદાજ પ્રભાવિત કરે છે. જોકે તે ખૂપ જ શર્માળ છે. કૈટરીના આગળ જણાવે છે કે, મેં ક્યારેય રાહુલ દ્રવિડને ત્રણ શબ્દથી વધારે વાત કરતાં જોયા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવામાં કૈટરીના કૈફના મનપસંદ ક્રિકેટરનું નામ સાંભલીને બધાને આશ્ચર્ય થશે કારણ કે કૈટરીના કૈફને જે ક્રિકેટર પસંદ છે તે વર્ષો પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાંથી નિવૃત્ત થઈ ગયા છે. જી હા, કૈટરીના કૈફને સૌધી વધારે ગમતો ક્રિકેટ રાહુલ દ્રવિડ છે.
આઈપીએલ સાથે કૈટરીનાનો જૂનો સંબંધ છે. કૈટરીના આઈપીએલ ટીમ એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે. સાથે જ આરસીબીના માલિક સિદ્ધાર્થ માલ્યાની સાથે સંબંધને કારણે પણ ચર્ચામાં રહી ચૂકી છે. જ્યારે રાહુલ દ્રવિડ પણ 2008માં આરસીબીના કેપ્ટન રહી ચૂક્યા છે. જણાવીએ કે, હાલમાં રાહુલ દ્રવિડ દિલ્હી ડેયરડેવિલ્સના કોચ છે.
નવી દિલ્હીઃ થોડા સમય પહેલા જ કૈટરીના કૈફે પોતાના મનપસંદ ક્રિકેટર વિશેનું રહસ્ય પરથી પડતો ઉંચક્યો હતો. બોલીવુડ અભિનેત્રીઓની વચ્ચે ક્રિકેટ સ્ટારની દીવાનગી કોઈ નવી વાત નથી. પરંતુ સામાન્ય રીતે જોવા મળે છે કે આ અભિનેત્રીઓનું દિલ એવા જ ખેલાડીઓ પર આવે જે હાલમાં ક્રિકેટની દુનિયામાં હીટ હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -