Netflix Announced Partnership With Microsoft: નેટફ્લિક્સના (Netflix) સસ્તા પ્લાન જલ્દી જ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. આ સસ્તા પ્લાન માટે નેટફ્લિક્સે માઈક્રોસોફ્ટ (Microsoft) સાથે  જોડાણ (collaboration) કર્યું છે. માઈક્રોસોફ્ટ હવે નેટફ્લિક્સનું ગ્લોબલ એડવર્ટાઈજિંગ ટેક્નોલોજી અને સેલ્સ પાર્ટનર બની ગયું છે. નેટફ્લિક્સે કહ્યું છે કે, તેઓ જાહેરાતોના આધારે એક નવો પ્લાન લાવી રહ્યા છે. જેમાં સ્ટાન્ડર્ડ, એડ ફ્રી બેઝિક અને પ્રિમિયમ પ્લાનનો સમાવશે થશે.


નેટફ્લિક્સ પર મળશે સસ્તા પ્લાનઃ


તમને જણાવી દઈએ કે, નવા પ્લાન લોકોને પ્લેટફોર્મ પર જાહેરાત બતાવશે જે પહેલાં ક્યારેય જોવા નથી મળી. એક બ્લોગ પોસ્ટ કરીને નેટફ્લિક્સે જણાવ્યું કે, તેમણે માઈક્રોસોફ્ટ સાથે ગ્લોબલ એડવર્ટાઈઝિંગ ટેક્નોલોજી અને સેલ્સ પાર્ટનર સાથે ભાગીદારી કરી લીધી છે.  આ સાથે નેટફ્લિક્સે કહ્યું કે, સસ્તા પ્લાન તો લોન્ચ થશે પણ એમાં તમારે એડવર્ટાઈઝમેન્ટ જોવી પડશે. નવા અને સસ્તા પ્લાનની લોન્ચિંગ સાથે યુઝર્સને નવા-નવા શો અને કોન્ટેન્ટ જોવા મળશે. આ ભાગીદારી હેઠળ નેટફ્લિક્સ પર આવતી તમામ એડ્સ માઈક્રોસોફ્ટ તરફથી આવશે જે ખુબ જ ખાસ હશે. એડ્સની સાથે યુઝરની ગોપનિયતાનું ધ્યાન રાખવામાં આવશે.


નેટફ્લિક્સનો સૌથી સસ્તો પ્લાન રુ. 149:


હાલ જોવા મળે છે કે, નેટફ્લિક્સના પ્લાન ઘણા મોંઘા હોય છે અને જેના કારણે કંપનીને ઘણું નુકસાન પણ થાય છે. હવે નવા પ્લાનની કિંમત શું હશે તે અંગે હાલ કોઈ જાણકારી નથી આપવામાં આવી. પરંતુ હાલ નેટફ્લિક્સનો સૌથી સસ્તો પ્લાન 149 રુપિયા પ્રતિ મહિનાનો છે. આ પ્લાનમાં ફક્ત સ્માર્ટફોન અને ટેબ્લેટમાં જ નેટફ્લિક્સ જોઈ શકાય છે અને એક સાથે એક સ્ક્રિન પર જ યુઝર નેટફ્લિક્સ જોઈ શકે છે. જેના કારણે કેટલાક લોકો નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન નથી લેતા.


આ પણ વાંચોઃ


પટનાથી પકડાયેલા સંદિગ્ધ આતંકીઓના નિશાના પર હતો PM મોદીનો કાર્યક્રમ, મોટા ષડયંત્રનો ખુલાસો થયો