ગાંધીનગરઃ  સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. નવસારી, વલસાડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના નવ જિલ્લામાં હજુ પણ વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના નવ જિલ્લામાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય અમરેલી, પોરબંદર, દીવ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય 14 જિલ્લામાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરાયું છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.


વલસાડમાં ફરી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. NDRF ની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્ર લોકોને ઘરોમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઉપરાંત પોરબંદરમાં સવારથી જ વરસાદી માહોલના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાણાવાવ, પોરબંદર, કુતિયાણા સહિતના અનેક વિસ્તારોમાં વરસાાદ વરસ્યો હતો. રાણાવાવ શહેરના માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્વશ્યો સર્જાયા હતા. પોરબંદરના બરડા પથકમાં 5થી 7 ઈંચ વરસાદ વરસ્યો હતો.


 


મોંઘવારીનો માર! છેલ્લા એક વર્ષમાં બટાકા, લોટ, ખાંડ, ઘઉં સહિત તમામના ભાવ વધ્યા, ટામેટાં બમણા મોંઘા થયા, જાણો લેટેસ્ટ ભાવ


Edible Oil: ખાદ્યતેલ થયું સસ્તું, જાણો સરસવ, સોયાબીન સહિત તમામના ભાવ કેટલા ઘટ્યા


Microsoft Lay off: માઈક્રોસોફ્ટે કરી કર્મચારીઓની છટણી, જાણો કંપનીએ શું કારણ આપ્યું


Mika Di Vohti: મીકા સિંહના દિલ પર રાજ કરવા સ્વયંવરમાં આવી આ સુંદરી, ફોટો શેર કરી પોતાને 'ક્વિન' ગણાવી