ટેલિવૂડ:ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ નિયા શર્મા તેમની વેબ સિરીઝ ‘જમાઇ 2.0’ના કારણે ચર્ચાંમાં છે. આ સિરિઝમાં તે લીડ રોલમાં જોવા મળે છે.  તેમની સાથે લીડ રોલમાં એક્ટર રવિ દુબ છે. નિયાએ રવિ દુબે વિશે એક ઇવેન્ટમાં નિવેદન આપતા તેમને બેસ્ટ કિસર કહ્યો હતો. તેમનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

પત્નીએ શું આપ્યું રિએકશન

રવિ દુબેએ ટાઇમ્સ નાઉને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે,નિયાનો આ નિવેદનવાળો વીડિયો જોઇને મારી પત્ની હસવા લાગી. મારી પત્ની જાણે છે કે, હું મહિલાઓનું કેટલુ સન્માન કરૂ છું. સરગુન જાણે છે કે, હું નિયાનું પણ સન્માન કરૂ છું.


રવિએ દુબેએ શું આપ્યું રિએકશન

રવિએ નિયાના બેસ્ટ કિસરવાળા નિવેદનનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, ‘આ નિવેદનને મારી પ્રશંસા માનું છું. આ નિવેદનમાં કોઇ બુરાઇ નથી અને નકારાત્મકતા પણ નથી. આ નિવેદન બાદ પણ હું તેનું એટલું જ સન્માન કરું છું’