'ઉત્તર ભારત ને બીજાં રાજ્યોની હીરોઈનો સેક્સ માણવા તૈયાર હોય છે એટલે તેમને રોલ મળે છે'
શ્રીએ ખુલાસો કર્યો કે, મોટા ડાયરેક્ટર્સ અને અભિનેતા અભિનેત્રીઓને પ્રોડ્યૂસર્સ, ફાઈનાન્સર અને રાજકારણીઓ સાથે સેક્સ માટે દબાણ કરે છે. તેઓ અમારે સેક્સ ડોલ તરીકે ઉપયોગ કરે છે. પરંતુ અમે કોઈ તક આપવામાં નથી આવતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રી રેડ્ડીએ જણાવ્યું કે, જ્યારે આ બાબતે પ્રોડ્યૂસર કે ડાયરેક્ટરને સવાલ કરવામાં આવે તો જવાબ મળે કે તમને સવાલ કરવાનો કોઈ અધિકાર નથી. તમને તમારી મરજીથી અમારી સાથે સેક્સ માણ્યું હતું. અમારે શું કરવું તે અમે નક્કી કરીશું. તેમને પૂછવાનો કોઈ અધિકાર નથી. યુવતીએ નિર્દોષભાવે કોઈ જવાબ આપતી નથી જ્યારે મારી જેવી યુવતી તેમને જવાબ આપે છે.
શ્રી રેડ્ડીએ ખુલાસો કર્યો કે, પહેલા તેલુગૂ અભિનેત્રીઓનું જાતીય શોષણ કરવામાં આવે છે અને બાદમાં જ્યારે ફિલ્મમાં રોલ આપવાની વાત આવે ત્યારે તેમને છેતરવામાં આવે છે. તેઓ તેલુગૂ અભિનેત્રીઓનો ઉપયોગ માત્ર જાતીય સુખ માટે જ કરે છે જ્યારે શૂટિંગની જગ્યાએ અન્ય યુવતીઓ જોવા મળે છે.
શ્રી રેડ્ડીએ જણાવ્યું કે, મેં ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર સામે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે. તેઓ મને સીધા જ નગ્ન વીડિયો ચેટ અને નગ્ન તસવીરો મોકલવા માટે કહેતા હતા. તેમના કહેવા અનુસાર હું તેને તે મોકલતી પણ હતી. તેમ છતાં તેઓ તેલુગૂ લોકોને ફિલ્મમાં રોલ નથી આપતા.
શ્રી રેડ્ડીએ આરોવ લગાવ્યો કે નોર્થ ઇન્ડિયામાં આવતી અભિનેત્રીઓ સેક્સ માટે તૈયાર થઈ જાય છે જેના કારણે તેમને ફિલ્મમાં કામ મળે છે જ્યારે તેલૂગુ અભિનેત્રીઓને ફિલ્મમાં કામ નથી મળતું. માત્ર આ જ કારણે નોર્થ ઇન્ડિયન અભિનેત્રીઓને ફિલ્મમાં કામ મળે છે કારણ તે તે સમાધાન કરવા તૈયાર થઈ જાય છે જ્યારે ટોલિવૂડ અભિનેત્રી તેના માટે તૈયાર ન થવાને કારણે તેને કામ નથી મળતું.
નવી દિલ્હીઃ તેલુગૂ એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે, ટોલીવૂડમાં તેલુગૂ એક્ટ્રેસને સ્થાન નથી આપવામાં આવેતું. માત્ર નોર્થ ઇન્ડિયાની અભિનેત્રીએને ટોલીવૂડમાં સ્થાન આપવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -