ટીવી અભિનેત્રી રાધિકા મદને 60 યુવતીઓને પાછળ છોડી, મોટા ડાયરેક્ટરની ફિલ્મમાં બનાવી જગ્યા, જાણો
આ ફિલ્મની શૂટિંગ એપ્રિલના અંત સુધીમાં શરૂ થશે. બીજા શેડ્યૂલનું શુટિંગ બાદમાં માઉન્ટ આબૂમાં થશે. મકબૂલ, ઓમકારા અને હૈદર જેવી ફિલ્મો બનાવી ચૂકેલા વિશાલ ભારદ્વાજે પોતે આ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રિપ્ટ લખી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ એક ગામડાની વાત હોવાથી દીવાલ પર ગોબર લગાડવું, પાણી ભરેલા માટલા સાથે ચાલવું તેમજ રાજસ્થાની ભાષાની શૈલી પણ શીખી રહી છે. આ ફિલ્મની વાર્તા બે ભાગમાં વહેંચવામાં આવી છે જેમાં પહેલા ભાગમાં તેમના લગ્ન પહેલાના દિવસો અને બીજા ભાગમાં તેમના લગ્ન થયા પછી તેમની જિંદગીના પરિવર્તન દર્શાવામાં આવશે.
આ ફિલ્મની વાર્તા રાજસ્થાન પર આધારિત છે, જેમાં બે બહેનોના સંબંધોને દર્શાવવામાં આવ્યા છે. સાન્યા અને રાધિકા હાલ પોતપોતાના પાત્ર માટે તાલીમ લઇ રહી છે.
મુંબઈ: નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ હાલ એક કોમેડી-ડ્રામા ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ દંગલ ફેમ એકટ્રેસ સાન્યા મલ્હોત્રા તેમજ ટીવી અભિનેત્રી રાધિકા મદનને પસંદ કરી છે. 60 લોકોના ઓડિશન લેવામાં આવ્યા હતાં તેમાથી રાધિકાની પસંદગી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -