મુંબઇઃ એક્ટર આયુષ્યમાન ખુરાના અને એક્ટ્રેસ નુસરત ભરુચા સ્ટારર ફિલ્મ ડ્રીમ ગર્લનું ટ્રેલર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયુ છે. 12 ઓગસ્ટે આને રિલીઝ કરાયા બાદ ફિલ્મના સ્ટાર કાસ્ટ ફિલ્મનુ પ્રમૉશન કરવા મુંબઇની ગલીઓમાં ફરતા દેખાયા હતા. આને અત્યાર સુધી 2 કરોડ 24 લાખથી વધુવાર જોવાઇ ચૂકાયુ છે, ફિલ્મ આગામી 13 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

અહીં કેટલીક તસવીરો વાયરલ થઇ છે, જેમાં બન્ને કલાકારો ફૂલ મજાકના મૂડમાં દેખાયા, સ્ટ્રીટ ડૉગ્સની સાથે મસ્તી કરતાં પણ દેખાયા હતા.



ખાસ વાત એ છે કે, આયુષ્યમાનની સાથે એક્ટ્રેસ નુસરત ભરુચા મરાઠી પહેરવેશમાં મુંબઇની ગલીઓમાં ફરતી દેખાઇ હતી, મરાઠી મુરગી બનીને એક્ટ્રેસ સ્ટ્રીટ પ્રમૉશન કર્યુ હતુ.



આયુષ્યમાન ખુરાનાએ જીન્સ શર્ટ અને ઉપર ડિઝાઇનર કૉટ પહેર્યો હતો, માથે રૂમાલ બાંધ્યો હતો અને પિન્ક કલરના શૂઝ પહેર્યા હતા.



ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને નુસરત ભરુચા ઉપરાંત મનજોત સિંહ, અભિષેક બેનર્જી, સુમોના ચક્રવર્તી, અરબાઝ ખાન, વિજય રાજ અને અન્નૂ કપૂર પણ દેખાશે.