‘પદ્માવત’નો કેસ લડી રહેલા હરીશ સાલ્વેને મળી જાનથી મારી નાંખવાની ધમકી, કેસ દાખલ
નવી દિલ્હીઃ જેમ જેમ પદ્માવતની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ આ ફિલ્મને લઈ વિરોધ વધી રહ્યો છે. સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને ધમકી આપવામાં આવી છે કે જો તેઓ જયપુર લિટ ફેસ્ટમાં ભાગ લેવા જશે તો ફટકારવામાં આવશે. ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પદ્માવતનો કેસ લડી રહેતા જાણીતા વકીલ હરીશ સાલ્વેને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. જે બાદ સાલ્વેએ કેસ નોંધાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે ગુરુવારે ફિલ્મને સમગ્ર દેશમાં રિલીઝ કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જ્યારે કેન્દ્રીય ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડે ફિલ્મને મંજૂરી આપી દીધી છે તો રાજ્યો પ્રતિબંધ ન લગાવી શકે.
રાજસ્થાનમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ વિરોધની શરૂઆત થઈ હતી. શૂટિંગ સમયે રાજપૂત કરણી સેનાએ અનેક જગ્યાએ પ્રદર્શન કર્યા હતા અને પૂતળા ફૂંક્યા હતા. જયપુરમાં શૂટિંગ દરમિયાન કેટલાક લોકોએ સંજય લીલા ભણશાળી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. જે બાદ કોલ્હાપુરમાં ફિલ્મનો સેટ પણ સળગાવવામાં આવ્યો હતો. આ ઘટના પછી સમગ્ર દેશમાં ફિલ્મ સામે વિરોધ વધતો ગયો.
પદ્માવત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિત્વ કરવાને લઈ હરીશ સાલ્વે કથિત રીતે ધમકી મળી હતી. પોલીસે જણાવ્યું કે, તેમણે પહેલા એક એફઆઇઆર નોંધી હતી અને મામલાની તપાસ શરૂ છે.
રાજસ્થાનના અનેક રાજવી પરિવારો આ ફિલ્મના વિરોધમાં છે. જયપુર રાજઘરાનાના રાજકુમારી દીયા કુમારીએ છેલ્લા થોડા મહિના પહેલા ફિલ્મ સામે સિગ્નેચર કેમ્પેન શરૂ કર્યું હતું આ દરમિયાન તેમણે કહ્યું કે કેમ્પેનમાં મહત્તમ લોકો અને સંગઠનને સાંકળવા માટે ડિવિઝનલ લેવલ પર પણ આયોજન કરવામાં આવશે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, તેમના કાર્યાલયમાં ધમકી ભર્યો એક ફોન કોલ આવ્યો હતો અને ફિલ્મના પક્ષમાં બોલવાને લઈ તેમને ધમકી આપવામાં આવી હતી. જે બાદ રીશ સાલ્વેની ફરિયાદ બાદ શુક્રવારે રાતે અજાણ્યા વ્યક્તિ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -