'પદ્માવત'એ કલેક્શનમાં તોડ્યો બાહુબલી, દંગલ અને પીકેનો રેકોર્ડ, જાણો ચાર દિવસમાં કેટલી કરી કમાણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહીદ કપૂર સ્ટારર પદ્માવત દેશભરમાં IMAX ફોર્મેટમાં રિલીઝ થવાવાળી સૌથી મોટી ફિલ્મ બની ગઇ છે. ઇન્ડિયામાં 12 સ્ક્રીન્સ મારફતે ફિલ્મએ પહેલા વીકએન્ડ પર 2.93 કરોડ રૂપિયા કલેક્ટ કરી લીધા છે.
ન્યૂઝિલેન્ડમાં પણ પદ્માવતે તાબડતોડ કમાણી કરી છે. પહેલા વીકએન્ડમાં 371,679 (1.73 કરોડ રૂપિયા) કમાઇને આને 'બાહુબલી 2'નો રેકોર્ડ તોડી દીધો છે. આની સાથે જ પદ્માવત ન્યૂઝીલેન્ડની નંબર 1 ઓપનિંગ કલેક્શન કરનારી ભારતીય ફિલ્મ બની ગઇ છે.
દેશ ઉપરાંત પદ્માવતની વર્લ્ડ વાઇડ કમાણી આશાથી બેગણી રહી. ઉત્તર અમેરિકા, ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ફિલ્મએ 'બાહુબલી 2' અને આમિર ખાન સ્ટારર 'પીકે' અને 'દંગલ'નો રેકોર્ડ તોડ્યો છે. પહેલા વીકએન્ડમાં 4,780,239 ડૉલર (30 કરોડ રૂ.) નું કલેક્શન કરતા પદ્માવત ઉત્તર અમેરિકાની નંબર 1 વીકએન્ડ પર કમાણી કરનારી પહેલી ભારતીય ફિલ્મ બની ગઇ છે. પદ્માવતે આમિર ખાનની દંગલ અને પીકેના રેકોર્ડ પણ તોડી દીધા છે.
રમેશ વાળાના ટ્વીટ અનુસાર, ફિલ્મે રવિવારે 31-32 કરોડનું તાબડતોડ કલેક્શન કર્યુ છે. પદ્માવતે પેડ રિવ્યૂ દ્વારા 5 કરોડ, ગુરુવારે 19 કરોડ અને શુક્રવારે 32 કરોડ અને શનિવારે 27 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી લીધી છે.
નવી દિલ્હીઃ ભલે સંજય લીલા ભંસાળીની ફિલ્મ 'પદ્માવત'ને રિલીઝ પહેલા ભારે વિરોધ ઝીલવો પડ્યો પણ આ ફિલ્મ થિયેટર્સમાં ઉતરી અને રેકોર્ડ કમાણી સાથે ચાલી. ફિલ્મને જોતજોતામાં કેટલાક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. ટ્રે઼ડ એનાલિસ્ટ રમેશ બાલા અનુસાર, 'પદ્માવત' એ પોતાના પહેલી વીકએન્ડમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લેતા 115 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કરી લીધું છે.
વળી, ઓસ્ટ્રેલિયામાં ફિલ્મએ 1,622,309 ડૉલર (લગભગ 8.35 કરોડ) કમાણી કરીને 'બાહુબલી 2'ના રેકોર્ડને ધરાશાયી કર્યો છે. પદ્માવત ઓસ્ટ્રેલિયાની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બનીને ઉભરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -