PadMan Box Office Collection: ‘સીક્રેટ સુપરસ્ટાર’ અને ‘પદ્માવત’ને પછાડીને આગળ નીકળી અક્ષય કુમારની ‘પેડમેન’
જ્યારે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલ દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર પદ્માવતની ત્રીજા વેકએન્ડમાં વર્લ્ડવાઈડ કમામી 5.60 મિલિયન ડોલર (35.9 કરોડ રૂપિયા) રહી છે. ભણશાલીની વિવાદિત ફિલ્મ રિલીઝના 18મા દિવસ સુધી દેશમાં 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરમેશ બાલાના ટ્વીટ અનુસાર, પેડમેને પ્રથમ વીકએન્ડમાં 10.50 મિલિયન ડોલર (67 કરોડ રૂપિયા)ની શાનદાર કમાણી કરી છે. વિતેલા ઘણાં દિવસોથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહેલ સીક્રેટ સુપરસ્ટાર અને પદ્માવતને પાછળ છોડી દીધા છે.
રમેશ બાલા અનુસાર, 9થી 11 ફેબ્રુઆરીની વચ્ચે આમિર ખાનની સીક્રેટ સુપરસ્ટારે 8.74 મિલિયન ડોલર (56 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. 19 જાન્યુઆરીએ રિલીઝ થયેલ આ ફિલ્મે આ કમામી માત્ર ચીનની છે. 25 દિવસમાં સીક્રેટ સુપરસ્ટારે ચીનમાં 111.83 મિલિયન ડોલર (719 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે.
નવી દિલ્હીઃ 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયેલ ‘ખેલાડી’ અક્ષય કુમારની ફિલ્મ પેડમેન દેશ-દુનિયામાં કમાણીનો નવો રેકોર્ડ બનાવી રહી છે. વર્લ્ડવાઈડ કલેક્શનના મામલે ફિલ્મે આમિર ખાનની ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ અને સંજય લીલા ભણશાલીની વિવાદિત ફિલ્મ ‘પદ્માવત’ને પણ પાછળ છોડી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -