Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
નામ સહિત ‘પદ્માવતી’માં થશે 5 મોટા ફેરફાર, સેન્સર બોર્ડની વાત માનવા તૈયાર છે ભણશાલી
એબીપી ન્યૂઝને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંજય લીલા ભણશાલી સેન્સર બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા તમામ ફેરફાર કરવા તૈયાર થઈ ગયા છે. સૂત્રોના કેહવા મુજબ સેન્સર બોર્ડે ફિલ્મમાં બે ડઝનથી વધારે સીન કાપવાનું કહ્યું હતું. સેન્સર બોર્ડની આગામી બેઠક જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થશે. આ બેઠકમાં ફિલ્મ રિલીઝની તારીખ નક્કી થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનમાં કરણી સેના, બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. રાજપૂત કરણી સેનાનું માનવું છેક આ ફિલ્મમાં પદ્માવતી અને ખિલજી વચ્ચે ઈન્ટિમેટ સીન ફિલ્માવવામાં આવ્યો હોવાથી તેમની લાગણી દુભાઈ છે. તેથી આ ફિલ્મ રજૂ થાય તે પહેલા રાજપૂત પ્રતિનિધિઓને બતાવવી જોઈએ.
રાજસ્થાનમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ વિરોધની શરૂઆત થઈ હતી. શૂટિંગ સમયે રાજપૂત કરણી સેનાએ અનેક જગ્યાએ પ્રદર્શન કર્યા હતા અને પૂતળા ફૂંક્યા હતા. જયપુરમાં શૂટિંગ દરમિયાન કેટલાક લોકોએ સંજય લીલા ભણશાળી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. જે બાદ કોલ્હાપુરમાં ફિલ્મનો સેટ પણ સળગાવવામાં આવ્યો હતો. આ ઘટના પછી સમગ્ર દેશમાં પદ્માવતી સામે વિરોધ વધતો ગયો.
સેન્સર બોર્ડની 28 ડિસેમ્બરે થયેલી બેઠકમાં એવું નક્કી થયું હતું કે ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવશે. ફિલ્મમાં ફેરફાર થયા બાદ તેને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ બેઠકમાં સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશી, ઈતિહાસકાર અરવિંદ સિંહ, ડો. ચંદ્રમણિ સિંહ, ડો. કે કે સિંહ હાજર હતા. ફિલ્મ નિર્માતાઓ દ્વારા પેનલમાં રાજઘરાનાના કેટલાક લોકોને સામેલ કરવાની માંગ કરી હતી.
ફિલ્મ રિલીઝની મંજૂરી માટે આ 5 મોટા ફેરફાર કરવામાં આવશે. જે મુજબ (1) પદ્માવતીનું નામ બદલીને પદ્માવત કરવામાં આવશે. (2) ઘૂમર ડાન્સના ગીતમાં ફેરફાર કરવામાં આવશે. (3) ફિલ્મમાં ડિસ્ક્લેમર નાંખવામાં આવશે. આ ડિસ્ક્લેમરમાં ફિલ્મ કોઈપણ પ્રકારે સતીપ્રથાને પ્રોત્સાહન આપતું નથી તેમ લખેલું હશે. (4) ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ખોટા અને ભ્રમિત કરતાં ઐતિહાસિક સ્થળો બદલવામાં આવશે (5) ફિલ્મમાં અન્ય એક ડિસ્ક્લેમર એવું પણ ઉમેરવામાં આવશે કે ફિલ્મ ઐતિહાસિક તથ્યોની સત્યતાનો દાવો નથી કરતી.
સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતીને સેન્સર બોર્ડે લીલી ઝંડી આપી દીધી છે. કેટલાક બદલાવની સાથે ફિલ્મ હવે ઝડપથી રિલીઝ થઈ શકે છે. ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સીબીએફસીના ચેરમેન પ્રસુન જોશીએ સ્પષ્ટ કર્યું કે, ફિલ્મમાં 26 કટ્સ નથી કરવામાં આવ્યા, માત્ર 5 ફેરફારોની ભલામણ કરવામાં આવી છે. સેન્સર બોર્ડનો હેતુ ફિલ્મ સાથે સંકળાયેલા વિવાદને ખતમ કરવાનો છે.
સેન્સર બોર્ડના સૂચન પર કરણી સેનાના મેજર હિમાંશુએ એબીપી ન્યૂઝને કહ્યું, અમારી પાસે જ્યારે પૂરો રિપોર્ટ આવશે ત્યારે જ પ્રતિક્રિયા આપીશું. પરંતુ અમે હજુ પણ અમારા સ્ટેન્ડ પર અડગ છીએ. લોકોની નારાજગીનો લાભ ઉઠાવીને આ લોકો તેમની ટીઆરપી વધારવા મફતની લોકપ્રિયતા લે છે. નફાખોરીની આદત પર રોક લાગવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -