Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહ્યું પાકિસ્તાન, નારાજ અમેરિકા હવે નહીં કરે સહાય
ન્યૂયોર્ક: અમેરિકી સરકાર પાકિસ્તાનને આપવામાં આવતા 25 કરોડ 50 લાખ ડોલરની રૂપિયાની સહાય પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ટ્રંપ પ્રશાસન આતંકી સંગઠનો વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા કાર્યવાહી નહીં કરવાને લઈને અસંતુષ્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલ અનુસાર અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સંબંધ ત્યારથી તણાવપૂર્ણ બન્યા છે જ્યારે રાષ્ટ્રપતિએ જાહેર કરી હતી કે પાકિસ્તાન ‘અરાજકતા, હિંસા અને આંતકવાદ ફેલાવનાર લોકોને પનાહ આપે છે.’ પાકિસ્તાનને વર્ષ 2002થી 33 અરબ ડોલર રૂપિયાથી વધુની સહાય આપનાર અમેરિકાએ ઓગષ્ટમાં કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી 25 કરોડ 50 લાખ ડોલર રૂપિયાની સહાય પર રોક લગાવી રહ્યું છે.
એક અંગ્રેજી અખબાર અનુસાર, શું પાકિસ્તાનને મદદ માટે ફંડ આપીને ટ્રંપ તેના આતંકવાદ વિરોધી અભિયાનો પર સહયોગ કરવામાં નિષ્ફળ રહેવા પર સજાની ચેતવણી આપશે. ટ્રંપ પ્રશાસનમાં આ વાતને લઈને આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે.
અખબારના આ રિપોર્ટ અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ માઈકલ પેંસના કબુલમાં આપવામાં આવેલા નિવેદનના કેટલાક દિવસો બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે ટ્રંપ પ્રશાસને પાકિસ્તાનને નોટિસ પર રાખ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -