Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
પ્રિયંકાના લગ્નના કારણે પરિણીતિનો બોયફ્રેન્ડ કોણ છે તેની લોકોને ખબર પડી ગઈ, જાણો કોની સાથે છે અફેર?
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનસના લગ્નની વિધિ મુંબઇમાં શરૂ થઇ ગઇ છે. સોમવારે રાત્રે પ્રિયંકા ચોપડાની સાથે નિક જોનસ, તેનો ભાઇ જો. જોનસ, સોફી ટર્નર મુંબઇની એક રેસ્ટૉરન્ટની બહાર જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં પરિણીતિ અને આલિયા ભટ્ટ પણ પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, પરિણીતિ ચોપડા પોતાની સિસ્ટર પ્રિયંકા ચોપડાની પ્રી-વેડિંગ પાર્ટીમાં ચરિત દેસાઇની સાથે જોવા મળી હતી. આ પાર્ટીમાં બૉલીવુડના કેટલાક સ્ટાર્સ પણ હાજર રહ્યાં હતા. પ્રિયંકા અને નિક જોનસના લગ્ન જોધપુરના શાહી ભવનમાં યોજાવવાના છે.
રિપોર્ટ્સ અનુસાર પરિણીતિ ચોપડા આજકાલ કરણ જોહરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ચરિત દેસાઇને ડેટ કરી રહી છે. પરિણીતિ ચોપડા અને ચરિત દેસાઇ ડ્રીમ ટીમ ટૂર દરમિયાન એકબીજાના નજીક આવ્યા હતા.
પાર્ટીની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, પણ પાર્ટી સાથે જોડાયેલી એક ખાસ ખબર પણ બહાર આવી છે કે પ્રિયંકાના મિંગલ થવાની સાથે જ પરિણીતિના અફેરના રિપોર્ટ પણ ચર્ચામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -