મુંબઈઃ થોડા દિવસ પહેલા અમેરિકન મેગેઝીને પોતાના એક અહેવાલમાં દાવો કર્યો હતો કે લગ્નના માત્ર ત્રણ મહિના બાદ જ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નમાં ભંગાણના આરે છે અને બન્ને છૂટાછેડા લઈ શકે છે. જોકે બાદમાં પ્રિયંકા ચોપરાની ટીમે આ અહેવાલને ફગાવી દીધા હતા.



જોકે હવે છૂટાછેડાના અહેવાલને લઈને પ્રિયંકાની પિતરાઇ બહેન પરિણીતિ ચોપરાનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, 'ડિવોર્સના સમાચાર ટેરિબલ છે અને ખોટા છે હું આ મુદ્દે કોઇ વાત કરવા માંગતી નથી.' આ ઉપરાંત તેણે કહ્યું કે મારે કોઇ રિએક્શન આપવું હોત તો ટ્વિટ કરી દેત. સમગ્ર દુનિયા જાણે છે આ ખોટું છે. એમા હું શું કહું.'

તેણે વધુમાં કહ્યું કે, આ પ્રકારના અહેવાલથી મને ગુસ્સો નથી આવતો. હું કોઈ સાથે વધારે ચર્ચા કરવામાં વિશ્વાસ નથી કરતી. મારા માટે આ વાત ગુસ્સા કરતાં ઈમોશનલ વધારે છે.