પરિણીતિ ચોપરાએ ફોટો શેર કરીને લખ્યું- દુખ, પરંતુ મને લાગે છે કે પરિસ્થિતિ હાલમાં આ જ છે. સુરક્ષિત રહો બધા.
પરિણીતિની આ તસવીર શેર કર્યા બાદ ફેન્સે તેને આ વાત પર ટ્રોલ કરી અને આટલા ગંભીર મામલે જાગરૂકતા ફેલાવવા માટે ફોટોશૂટ કરાવવાની જરૂરત નથી.
ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસ વિસ્વના અનેક દેશમાં ફેલાઈ ચૂક્યો છે. ભારત પણ તેમાં સામેલ છે. ભારતમાં ત્રણ લોકો કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જોકે પ્રથમ વ્યક્તિ જે આ વાયરસનો ભોગ બન્યો હતો તે ઠીક થઈ ગઈ છે.
તમને જણાવીએ કે, પરિણીતિ પહેલા રણબીર કપૂર અને સની લિયોની પણ એરપોર્ટ પર માસ્ક પહેરતા જોવા મળ્યા હતા. સની લિયોનીએ તો સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પરિણીતિ ચોપરા હાલમાં સાયના નેહવાલની બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત છે. ઉપરાંત તે ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ અને ‘સંદીપ અને પિંકી ફરાર’માં જોવા મળવાની છે.