પ્રિયંકા ચોપરા અને નિકની એંગેજમેન્ટ પાર્ટી કઈ કઈ હસ્તીઓ જોવા મળી, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ શનિવાર સવારે બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસની પંજાબી રિતરિવાજ પ્રમાણે ‘રોકા’ની સેરેમની યોજાઈ હતી. ત્યારબાદ સાંજે પોસ્ટ એંગેજમેન્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને બિઝનેસ જગતની હસ્તીઓ સામેલ થઈ હતી.
આ સેરેમનીને કારણે પ્રિયંકાના ઘરને સજાવવામા આવ્યું છે. નિક અને પ્રિયંકાની રોકા-સગાઈની તમામ વિધિઓ હિંદૂ પરંપરા અનુસાર જ કરવામાં આવી હતી.
આ દરમિયાન પ્રિયંકા અને નિક સહિત તમામ લોકો પારંપારિક પોશાકમાં નજર આવ્યા હતા. નોંધનીય છે કે જોનાસ પરિવાર સાથે પ્રિયંકા ચોપરાના ઘરે આવ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસે શનિવારે પરીવાર અને નજીકના મિત્રોની ઉપસ્થિતિમાં પંજાબી રિતરિવાજ પ્રમાણે ‘રોકા’ની સેરેમની યોજાઈ હતી.
પ્રિયંકા-નિકની પાર્ટીમાં ભણસાળીથી લઈ અંબાણી સુધીના તમામ લોકો હાજર રહ્યાં હતા. પ્રિયંકા ચોપરાની માતા ડો.મધુ ખૂબ જ આકર્ષક અંદાજમાં જોવા મળી હતી. તેમણે આ પ્રસંગે સિલ્વર કલરની સાડી પહેરી હતી.
આ સાથે નિક અને પ્રિયંકાની તસવીરો પણ સામે આવી છે. જેમાં બંન્ને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહ્યા છે. જોનાસ પણ શેરવાનીમાં નજર આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -