ટીવી સિરીયલોની અત્યંત લોકપ્રિય આ હોટ એક્ટ્રેસ છોડી દેશે પોતાનો શો ?
જો કે ખબરની પુષ્ટી કરતા શૉ ના પ્રોડ્યૂસર બેનેફર કોહલીએ શો છોડવાની વાતને અફવા ગણાવી છે. તેમણએ કહ્યું કે સૌમ્યા હિપેટાઇટિસ છે જેના કારણે તે થોડો સમય શૉથી દૂર થઈ ગઈ છે પરંતુ ફરી શો કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે ગોરી મેમ સૌમ્યાને લઈને એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, બિગ બોસમાં એન્ટ્રીની તૈયારી કરી રહી છે જેના કારણે તેમણે ભાભીજી ઘર પર હૈ ને અલિવદા કહેવાનું મન બનાવી લીધું હતું.
અનિતા ભાભી એટલે કે ગોરી મેમની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી સૌમ્યા ટંડન ગંભીર બિમારીથી પીડિત છે. સૌમ્યાને હિપેટાઈટિસ છે જેની સારવાર ચાલી રહી છે.
મુંબઈ: ટીવીના લોકપ્રિય કોમેડી શૉ ‘ભાભીજી ઘર પર હૈ’ શૉમાં સૌની લોકપ્રિય બનેલી અનીતા ભાભીની ભૂમિકા ભજવી રહેલી સૌમ્યા ટંડન શૉ ને એલવિદા કહી શકે છે. થોડા સમય પહેલા અફવાઓ પણ ચાલી રહી હતી કે સૌમ્યા ફેમિલી પ્લાનિંગ કરી રહી છે જેના કારણે પણ શો છોડી શકે છે. આ તમામ ખબરો પર સૌમ્યા ટંડને મૌન તોડ્યું છે.
સૌમ્યાએ ખુદ પોતાના ટ્વિટ દ્વારા જણાવ્યું કે, મને લીવર ઈંફેક્શન છે, જેના કારણે હું છેલ્લા એક અઠવાડિયાથી રજા પર છું.
અહેવાલ પ્રમાણે સૌમ્યા ફેમિલી પ્લાનિંગ કરી છે જેના કારણે શોને વિદાય આપી શકે છે. એવી પણ ખબરોએ જોર પકડ્યું હતું. આ ખબરોને લઈને સૌમ્યાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મારા ફેમિલી પ્લાનિંગને લઈને વાતો ચાલી રહી છે. હું પણ ઈચ્છું છું કે મારું પણ બાળક હોય. માં બનવાનો એક ખુબસૂરત એહસાસ છે. અને હું આવો અવસર નથી ગુમાવવા માંગતી. જો આવું હોય તો હું સૌથી પહેલા ગૂડ ન્યૂઝ શેર કરીશ. પરંતુ હાલમાં મારી પાસે એવા કોઈ સમાચાર નથી જે શેર કરી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -