કપિલ-સુનિલના ઝગડાની વાત કોણે કરી હતી લીક ? ધ કપિલ શર્મા શોની આ ખૂબસૂરત લેડી પર મૂકાયો આરોપ
પ્રીતિએ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતાં ઝગડો થયો તેની વિગતો લીક કરી હોવાના અહેવાલ હતા. પ્રીતિ તેના કારણે નારાજ થઈ ગઈ અને તેણે શો છોડવાનું નક્કી કરી લીધું એવી ચર્ચા છે. પ્રીતિએ પોતે શો નહીં છોડ્યો હોવાનું જણાવ્યું છે પણ તેની ગેરહાજરી આ વાતનું સમર્થન નથી કરતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રીતિ સિમોસની બહેન નીતિ સિમોસ પણ ધ કપિલ શર્મા શો સાથે સંકળાયેલી હતી. હાલમાં નીતિ સિમોસ પણ શોના સેટ પર નથી આવતી તેના કારણે પણ પ્રીતિ શો છોડી ગઈ હોવાની અટકળો તેજ બની છે. પ્રીતિ શર્માનો સંપર્ક થાય છે પણ તે પોતે, કપિલ કે ચેનલ અંગે કશું કહેવા તૈયાર નથી.
પ્રીતિએ ધ કપિલ શર્મા શોના સેટ પર ગેરહાજર રહેવા માંડ્યું તે પહેલાં પોતાનું ટ્વિટર એકાઉન્ટ રદ કરી દીધું હતું. એ પછી તે અચાનક જ રજા પર ઉતરી ગઈ અને એ રીતે તે શોથી દૂર થઈ ગઈ. છેલ્લા અઠવાડિયાથી તે ગાયબ છે અને શોના સેટ પર દેખાતી નથી. તેનો સંપર્ક પણ થઈ શકતો નથી તેથી તે નહીં આવે તેવું મનાય છે.
મુંબઈઃ ધ કપિલ શર્મા શો વિવાદોમાં સપડાયેલો છે ત્યારે હવે તેની ક્રીએટિવ ડિરેક્ટર પ્રીતિ સિમોસ પણ આ સો છોડી ગઈ હોવાના અહેવાલ છે. પ્રીતિ સિમોસ કપિલ શર્માની ગર્લફ્રેન્ડ હોવાના અહેવાલના કારણે અગાઉ ચર્ચામાં આવી હતી. હવે તે ધ કપિલ શર્મા શોના સેટ પર પોતાની ગેરહાજરીના કારણે ચર્ચામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -