'તારક મહેતા....'માં દયાભાભી બદલાશે ? જાણો તેમનું સ્થાન લેવા માટે કોનું ચાલી રહ્યું છે નામ ?
જીયા માણેક દિશા વાકાણીને તારક મહેતા..માં રિપ્લેસ કરે તેવી ચર્ચા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમાચાર બાદ એવા રિપોર્ટ્સ વહેતા થયા છે દિશા વાકાણી શો છોડી દેવાની છે અને તેના સ્થાને કોઇ અન્ય દયાની ભૂમિકા નિભાવશે.
એક રિપોર્ટ પ્રમાણે, દિશા વાકાણી આ શો છોડી દેશે અને તેના સ્થાને જીયા માણેક દયાની ભૂમિકા નિભાવશે. ઉલ્લેખનીય છે કે જીયા માણેક 'સાથ નિભાના સાથ'માં ગોપીવહુનો રોલ કરીને જાણીતી બની હતી. જોકે, એવી પણ ચર્ચા થઈ રહી છે કે દિશા વાકાણી આ શો છોડવાની નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશા વાકાણી બાળકને જન્મ આપ્યા બાદ આ શોમાં પરત ફરશે. દિશા વાકાણીની તબિયત સારી રહેતી ના હોવાથી ડોક્ટર્સે હાલમાં તેને ટોટલી બેડ રેસ્ટ લેવાનું કહ્યું છે
સૂત્રોના કહેવા પ્રમાણે, દિશા વાકાણી મેટરનીટી બ્રેક લેવાની છે. તે છેલ્લાં બે મહિનાથી શૂટ પર આવતી નથી. હવે તે મેટરનીટી લિવ પર જવાની છે. દિશાએ પોતાના શોના મેકર્સ સાથે આ અંગે ચર્ચા કરી લીધી છે.
મુંબઈઃ 'તારક મહેતા...'માં દયાભાભીની ભૂમિકા ભજવતી દિશા વાકાણી હાલમાં પ્રેગ્નન્ટ છે. દિશા વાકાણીના પ્રેગનન્ટ હોવાના કારણે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઇ છે કે દિશા વાકાણીના સ્થાને ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’માં તેના સ્થાને નવી ‘દયા’ આવશે.
અમદાવાદમાં જન્મેલી જીયા માણેકનો ઉછેર મુંબઇમાં થયો છે. જીયાને એક્ટિંગમાં રસ હોવાના કારણે તેણે ઓડિશન આપવાના શરૂ કર્યાં હતાં. સૌ પ્રથમ તેને હિંદી ફિલ્મ 'ના ઘર કે ના ઘાટ કે'માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. બાદમાં જીયાએ રિયાલિટી શો 'ઝલક દિખલાજા','સાથિયા સાથ નિભાના', 'જીની ઔર જૂજૂ'માં કામ કર્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દિશા વાકાણીને હાલમાં ત્રીજો મહિનો જઇ રહ્યો છે અને તેને સંપૂર્ણ આરામ કરવાની સલાહ અપાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -