26secના વીડિયોએ પ્રિયાને બનાવી રાતોરાત સ્ટાર, 24 કલાકમાં 606K ફોલોઅર્સ વધ્યા, બનાવ્યો આ રેકોર્ડ
આ પહેલા અમેરિકાની ટિવી પર્સનાલિટી કેયલી જેનરે એક જ દિવસમાં 806K ફોલોઅર્સ મેળવ્યા હતા જ્યારે જાણીતા ફુટબોલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ એક જ દિવસમાં 650K ફોલોઅર્સ મેળવ્યા હતા. બાદમાં ત્રીજા નંબરે હવે પ્રિયા પ્રકાશનું નામ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયા પહેલા માત્ર એક દિવસમાં 606K ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ બનાવ્યા હતા. પ્રિયા આ સાથે વિશ્વની ત્રીજી એવી સેલિબ્રિટી બની ગઈ છે જેણે એક દિવસમાં સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ મેળવ્યા હોય.
પ્રિયાના ઇન્સ્ટાગ્રામ પર રવિવાર એટલે કે 11 ફેબ્રુઆરીએ સાંજે 7 કલાક સુધી 2.49 લાખ ફોલોઅર્સ હતા. તેની ડેબ્યૂ ફિલ્મનો વીડિયો વાયરલ થયા બાદ તેના ફોલોઅર્સની સંખ્યા 22 કલાક બાદ 12 ફેબ્રુઆરી સાંજે 5 કલાક સુધીમાં 1.1 મિલિયન પહોંચી ગઈ હતી. જે 13 ફેબ્રુઆરી 11.30 કલાક સુધીમાં 1.7 મિલિયન સુધી પહોંચી ગઈ છે.
કેરળની ઉભરતી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયારની વિડોય ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે આંખો અને ચહેરાના હાવભાવ આપી રહી છે. આ 26 સેકન્ડની વીડિયો ક્લિપથી 24 કલાકથી પણ ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 1 મિલિયને પણ પાર કરી ગઈ છે.
મુંબઈઃ સોશિયલ મીડિયામાં આજકાલ 26 સેકન્ડનો એક વીડિયો ખુબ જ વાયરલ બન્યો છે. આ વીડિયોમાં જે યુવક અને યુવતી નજરે પડે છે, તેમના ફોલોઅર્સની સંખ્યા રાતોરાત વધી ગઈ છે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે, યુવકના ફોલોઅર્સ કરતા યુવતીના ફોલોઅર્સ કેટલાયે ગણા વધી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -