મુંબઈઃ ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ આ વીકેન્ડ પર ખત્મ થવા જઈ રહ્યો છે પરંતુ ફિનાલે એપિસોડ ખૂબ જ એક્સાઈટિંગ રહેવાનો છે. તેનું કારણ પ્રિયંકા ચોપરા છે જે અહીં જોવા મળશે. એક સમયે એકબીજાને પોતાના દુશ્મન સમજનાર પ્રિયંકા અને કરીના કપૂર શોના શૂટિંગ માટે એક સાથે જોવા મળ્યાં છે. આ બન્નેએ ફોટોગ્રાફ્સ માટે હસતાં-હસતાં પોઝ આપ્યાં હતાં. આ એપિસોડમાં ફરહાન અખ્તર પણ જોવા મળશે જે પ્રિયંકાની સાથે ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકનું પ્રમોશન કરવા આવશે.
નોંધનીય છે કે આ એપિસોડમાં એક્ટર ફરહાન અક્તર પણ જોવા મળશે. જેની પ્રિયંકા સાથેની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ રીલિઝ થવાની છે. આ એક્ટર્સે ડાન્સ ઈન્ડિયા ડાન્સની જજ કરીના કપૂર, રફ્તાર અને બોસ્કો સાથે પૉઝ આપ્યો હતો. આ દરમિયાન કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઈસ પણ હાજર હતો.
આ દરમિયાન બેબોએ બલૂન સ્લીવ્સની સાથે પાઉડર પિંક કલરનું ગાઉન અને સુંદર નેકલેસ પહેર્યો હતો તો પ્રિયંકા સૂટ સ્ટાઈલ ડ્રેસ અને ગોલ્ડન હીલ્સમાં જોવા મળી હતી.