નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા બાદ ઓલ ઈન્ડિયા સિને વર્કસ એસોસિએશને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધ લગાવી દિધો છે. સંગઠને એક પત્ર જાહેર કરતા કહ્યું કે પ્રતિબંધ બાદ પણ જો કોઈ સંગઠન પાકિસ્તાની કલાકારો સાથે કામ કરશે તો AICWA તેમને પ્રતિબંધ કરશે અને તેમની સામે કડક કાર્યવાહી કરશે. આ સાથે જ એસોસિએશને આ પત્રમાં પુલવામામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે.


ઉલ્લેખનીય છે કે સીઆરપીએફ પર આતંકી હુમલા બાદ બોલીવૂડમાં પાકિસ્તાની કલાકારોના કામ પર રોક લગાવવાની માંગ ઉઠી રહી હતી. ત્યરબાદ સિને વર્કસે આ નિર્ણય કર્યો છે. આ પહેલા 15 ફેબ્રુઆરીએ ટી-સીરીઝે પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનના એક ગીતને લોન્ચ કરવાનું હતું પરંતુ કંપનીએ પોતાના યૂટ્યૂબ ચેનલની સાથે પોતાના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સિંગરના વીડિયો હટાવી દિધા છે.

વાંચો: પુલવામા હુમલોઃ અજય દેવગને કરી મોટી જાહેરાત, પાકિસ્તાનમાં નહીં રિલીઝ કરે ‘ટોટલ ધમાલ’

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારોને બોલીવૂડમાં કામ ન કરવાની ધમકી આપી હતી. મનસેના કાર્યકર્તાઓએ ટી-સીરીઝ, સોની મ્યૂઝિક, વીનસ, ટિપ્સ મ્યૂઝિકને પણ પાકિસ્તાની ગાયકો સાથે કામ ન કરવાનું કહ્યું છે.