મુંબઈ: જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાનોની શહાદતથી સમગ્ર દેશમાં માતમનો માહોલ છે. એવામાં શ્રદ્ધાજંલિ સાથે હવે લોકો શહીદના પરિવારની મદદ માટે પણ હાથ લંબાવ્યા છે. અમિતાભ બચ્ચન બાદ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઉરી’ની ટીમે શહીદ થયેલા જવાનોને એક કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

ઉરી ફિલ્મના પ્રૉડ્યૂસર રોની સ્ક્રૂવાલાએ ટ્વીટ કરી જણાવ્યું કે, “ટીમ ‘ઉરી’આર્મી ફેમિલી વેલફેર ફંડને એક કરોડ રૂપિયા આપશે. અમે આ પણ સુનિશ્ચિત કરીશું કે આ રકમ પુલવામા હુમલામાં શહીદ થયેલા પરિવારોને મળે, અમે આપણા દેશના લોકોને પણ વિનંતી કરીએ છે કે તેઓ પણ પોતની ઇચ્છાનુસાર ડોનેટ કરે. ”


એક્ટર વિક્કી કૌશલે પણ ટ્વિટર પર ટ્વિટ કરી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.


ડાયરેક્ટર આદિત્ય ધરે પણ પુલવામા હુમલાને લઇને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આદિત્યએ કહ્યું કે મને એવું લાગે છે કે મે મારા ભાઈઓને ગુમાવ્યા છે. ઉરી ફિલ્મ બાદ મને આ વધારે અંગત કેમ લાગે છે.


પુલવામા એટેક: બદલો લેવાની માંગ પર આ સિંગર ભડક્યો, કહ્યું- પોતે જાઓ અથવા બાળકોને સરહદ પર મોકલો

આ પહેલા અમિતાભ બચ્ચને શહીદ જવાનોના પરિવારને પાંચ લાખ રૂપિયા આર્થિક મદદ કરવાની જાહેરાત કરી ચુક્યા છે. બચ્ચન બે કરોડ રૂપિયાની સહાયતા આપવા જઈ રહ્યાં છે. આ ઘટનાથી દુખી અમિતાભ બચ્ચને પોતાનો કાર્યક્રમ પણ રદ્દ કરી દીધો છે.

પુલવામા થયેલા આતંકી હુમલાને લઈને બોલિવૂડની કઈ અભિનેત્રી ગુસ્સે થઈ, જાણો શું લખી ઈમોશનલ પોસ્ટ