રાજસ્થાન યૂથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી ચાર્મેશ શર્માએ પાયલ રોહતગી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શર્માએ બંદી સદર પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબરમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યાર બાદ આઈટી એક્ટની કલમ 66 અને 67 અંતર્ગત એક્ટ્રેસ પર કેસ નોંધવામાં આવ્યો.
મીડિયા સાથેથી વાતચીતમાં તપાસકર્તા અધિકારીએ જણાવ્યું હતું કે તેમની એક ટીમ તપાસ માટે મુંબઈ ગઈ હતી પરંતુ ત્યા પાયલ સાથે મુલાકાત થઈ શકી નહોતી. પોલીસે પાયલને નોટિસ આપી દીધી છે અને તેનો જવાબ આપવા જણાવ્યું છે. તો બીજી તરફ આ મામલે પાયલે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમા તેણે માફી માગી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા પોલીસ ઉપર દબાણ કરવામાં આવે છે જેથી તેઓ મારી સામે કાર્યવાહી કરે તેના કારણે જ આ FIR દાખલ કરવામાં આવી છે.