કંગના રનૌતની આગામી ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યાં'ના સેટ પરથી વાયરલ થઈ તસવીરો, જુઓ
મુંબઈ: કંગના રનૌત અને રાજકુમાર રાવની આગામી ફિલ્મ મેંટલ હૈ ક્યાનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. આ પહેલા પણ સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા ધણા સમયથી ફિલ્મ મેન્ટલ હૈ ક્યાં નું શૂટિંગ ચાલી રહ્યું છે.
મેન્ટલ હૈ ક્યાં કનિકા ઢિલ્લો દ્વારા લખવામાં આવી છે અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્માતા પ્રકાશ કોવેલમુડી તેનું નિર્દેશન કરશે. તેઓ અનાગનાગા ઓ ધીરડુ અને સાઈઝ જીરો જેવી દક્ષિણ ભારતીય ફિલ્મોનું નિર્દેશન કરી ચુક્યા છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂર કરી રહી છે.
ફિલ્મનું નામ ખૂબ જ મજેદાર છે, સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. કંગના જ્યારે ફિલ્મના શૂટિંગ માટે પહોંચી હતી ત્યારે તેના લૂકની તસવીરો સામે આવી છે.
મેન્ટલ હૈ ક્યાં ફિલ્મની જાહેરાત થયા બાદ આ ફિલ્મ તેના નામ અને લૂકના કારણે ચર્ચામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -