IPL: ચેન્નાઈ-હૈદરાબાદ આજે ટકરાશે ફાઈનલમાં જવા માટે, આ મેચનો બદલાયો છે સમય. જાણો કેટલા વાગ્યે શરૂ થશે?
ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન/વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, ડ્વાયન બ્રાવો, શેન વોટસન, અંબાતી રાયુડુ, મુરલી વિજય, હરભજન સિંહ, ફાક ડુ પ્લેસિસ, સેમ બિલિંગ્સ, દીપક ચહર, લુંગી નગીદી, કે.એમ.આસિફ, કનિષ્ક સેઠ, મોનું સિંહ, ધ્રૂવ શોરે, ક્ષિતિજ શર્મા, ચૈતન્ય વિશ્નોઇ, કર્ણ શર્મા, ઇમરાન તાહિર, શાર્દૂલ ઠાકુર, એન.જગાદેસન.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસનરાઇઝર્સ હૈદરાબાદ ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, શિખર ધવન, શાકિબ અલ-હસન, મનીષ પાંડે, કાલોર્સે બ્રેથવેટ, યુસુફ પઠાણ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રાશિદ ખાન, રિક્કી ભુઇ, દીપક હુડા, રિદ્ધાર્થ કૌલ, ટી.નટરાજન, મોહમમ્મદ નબી, બાસિલ થમ્પી, કે.ખલીલ અહેમદ, સંદીપ શમાર, સચિન બેબી, ક્રિસ જોર્ડન, તન્મય અગ્રવાલ, શ્રીવાસ્તવ ગોસ્વામી, બિપુલ શમાર, મેહેદી હસન અને એેલેક્સ હેલ્સ.
સમયમાં ફેરફારનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, મેચ મોડેથી પુરી થતા ફેન્સને ઘરે જવામાં તકલીફ થાય છે અને ટીવી પર મેચ જોનારા દર્શકોને પણ મોડી રાત સુધી ટકી રહેવું પડે છે. બોર્ડનુ માનવું છે કે, આ વખતે જો સમયમાં ફેરફારની રણનીતિ કામ કરી જશે તો આગામી વર્ષે બની શકે છે કે આઇપીએલની બધી મેચો 7 વાગ્યે જ શરૂ કરવામાં આવે.
પ્લેઓફ મેચમાં સમય પહેલાથી બદલાઇ ગયો છે, થોડાક દિવસો પહેલા જ આઇપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, પ્લેઓફ અને ફાઇનલ મેચો રાત્રે 8 વાગ્યાને બદલે 7 વાગે શરૂ થશે અને અને ટૉસ 6 વાગે થઇ જશે.
સીએસકે અને એસઆરએચ વચ્ચેની આજની મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જે ટીમ હારશે તે બીજી ક્વૉલિફાયરમાં એલિમિનેટર મેચની વિજેતા ટીમ સાથે ટકરાશે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 11મી સિઝનમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કરવાથી પ્લેઓફમાં પહોંચેલી બે દિગ્ગજ ટીમો ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આજે ફાઇનલમાં જગ્યા બનાવવા માટે એકબીજા સામે ટકરાશે. જોકે, જે ટીમ હારશે તેનો વધુ એક મોકો મળશે.
ઉલ્લેખનીય છે કે, પ્લેઓફ રાઉન્ડ પુરો થયા બાદ 27 મે એટલે કે રવિવારે આઇપીએલની સિઝન 11ની ધમાકેદાર ફાઇનલ મેચ રમાશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -