Raju Srivastava Health Update: ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી એક વાર ખરાબ થઈ ગઈ છે. ડૉક્ટરોએ  જણાવ્યા અનુસાર તેમની હાલત ઘણી નાજુક છે. તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ છે. રાજુ શ્રીવાસ્તવને થોડા દિવસો અગાઉ હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાર્ટ એટેક આવ્યો ત્યારે તેમની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ થોડા સમય બાદ રાજુની તબિયતમાં સુધારો પણ જોવા મળ્યો હતો.


ત્યારે હવે રાજુ શ્રીવાસ્તવની તબિયત ફરી એકવાર બગડી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સમયે તેમની હાલત ખૂબ જ નાજુક છે અને ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, જ્યારથી રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો ત્યારથી તેઓ ભાનમાં આવ્યા નથી.


રાજુ શ્રીવાસ્તવના મગજમાં ઈજાઓ પહોંચીઃ


રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કર્યાને એક અઠવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ તેઓ ભાનમાં આવ્યા નથી. તેનું હૃદય અને નાડી લગભગ સામાન્ય રીતે કામ કરી રહ્યા હતા પરંતુ મગજના એક ભાગમાં ઈજાના નિશાન છે. મગજમાં ઓક્સિજનની અછતને કારણે આ ઈજા થઈ છે. શુક્રવારે 13 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવનું એમઆરઆઈ કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, માથાના ઉપરના ભાગમાં મગજના ભાગમાં કેટલાક દાગઓ જોવા મળ્યા હતા. ડૉક્ટરો આ દાગને ઈજાઓ થઈ હોવાનું જણાવી રહ્યા છે.


MRIમાં જોવા મળેલી આ ઈજાઓ કોઈ ટક્કર કે ઠોકર વાગવાને કારણે થઈ નથી, પરંતુ 10મીએ જ્યારે તેઓ જીમમાં બેભાન થઈ ગયા બાદ લગભગ 25 મિનિટ સુધી રાજુને ઓક્સિજનનો સપ્લાય નહોતો મળી શક્યો. વાસ્તવમાં હાર્ટ એટેકની સાથે જ રાજુની નાડી ચાલવાનું લગભગ બંધ થઈ ગયું હતં, જેના કારણે મગજમાં ઓક્સિજન મળવાનું બંધ થઈ ગયું હતું. જેના કારણે મગજના આ ભાગને નુકસાન થયું છે.


આ પણ વાંચોઃ


કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના આ નેતાને દિલ્હી હાઇકોર્ટે આપ્યો ઝટકો, બળાત્કારનો કેસ દાખલ કરવા આદેશ


વાહન ચાલકો માટે સારા સમાચાર :CNGના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો કેટલી કિંમત ઓછી થઇ?


Bank Holidays in August: આજથી બેંકો સતત 4 દિવસ બંધ રહેશે, જુઓ સંપૂર્ણ યાદી, આ દિવસોમાં રહેશે રજાઓ