મુંબઈઃ બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત પોતાના વિવાદિત નિવોદનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રાખી સાવંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટવિ રહે છે. હાલમાં જ રાખી સાવંતે એક વિવાદિત નિવેદન આપતા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિોયમાં રાખી સાવંત પોતાની પ્રાઈવેટ વાતો પોતાના ફેન્સ સાથે શેર કરી રહી છે. સાથે જ રાખીએ પોતાના નવા પ્રેમ વિશે પણ જણાવ્યું છે. રાખી સાવંતનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે, ‘પ્રેમ હવામાં છે… મારા દિલમાં છે! મારો નવો પ્રેમ કોણ છે ??? જેના માટે મારું હૃદય વારંવાર ધડકે છે?? તમારા બધા માટે આશ્ચર્ય છે… તે મારા પતિની વાત નથી !! #RakhiNewLove #NoTimeForSex’.


રાખી સાવંત વીડિયો દ્વારા ફેન્સને એવું કહેવા માગે છે કે તે નવા પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ છે કે તેને સેક્સ માટે પણ સમય નથી મળતો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાખી સાવંતે કાસ્ટિંગ કાઉચ વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રાખીએ જણાવ્યું હતું કે શરૂઆતનાં તબક્કામાં કેવી રીતે ડાયરેક્ટર તેમને બોલાવતા અને દરવાજો બંધ કરી દેતાં.