'બાહુબલી'ની 'શિવગામી' નરેન્દ્ર મોદીના આ ખાસ મિત્રની છે ભત્રીજી, જાણો વિગત
રમ્યાએ 13 વર્ષની વયે ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી. તેમણે 1998માં વજૂદ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં ઝંપલાવ્યું પણ બહુ સફળતા નહોતી મળી. અમિતાભ બચ્ચન-ગોવિંદાની બડે મિયાં છોટે મિયાં, નાગાર્જુન સાથેની ક્રિમિનલ. સંજય દત્તની ખલનાયક તથા વિનોદ ખન્નાની દયાવાન જેવી નોંધપાત્ર હિન્દી ફિલ્મો તેમણે કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાંભળીને મોદી પણ ખડખડાટ હસી પડ્યા હતા. ચો રામાસ્વામીનું ડીસેમ્બર 2016માં નિધન થયું ત્યારે મોદીએ તેમને ભાવભરી શ્રધ્ધાંજલિ આપી હતી. એ વખતે ચો રામાસ્વામી મોદીને 'મૌત કા સૌદાગર' કહે ચે ને તે સાંભળીને મોદી ખડખડાટ હસે છે તે વીડિયો બહુ વાયરલ થયો હતો.
સોનિયા ગાંધીએ 2007ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને 'મૌત કા સૌદાગર' ગણાવ્યા હતા. એ વખતે ચો રામાસ્વામીએ ચેન્નાઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોદીની હાજરીમાં જ મોદીને 'મૌત કા સૌદાગર' તરીકે સંબોધી આશ્ચર્ય સર્જ્યું હતું પણ સાથે સાથે સ્પષ્ટતા કરી કે મોદી ભ્રષ્ટાચાર, આતંકવાદ, ગરીબી વગેરે માટે 'મૌત કા સૌદાગર' છે.
રમ્યાએ 1990ના દાયકામાં 10 જેટલી હિન્દી ફિલ્મો કરી હતી પણ એ વાતને બે દાયકા થઈ ગયા તેથી નવી પેઢી રમ્યાને નથી ઓળખતી. રમ્યા વિશે બીજી પણ એવી ઘણી વાતો છે કે જેના વિશે લોકોને ખબર નથી. આ વાતોમાં એક વાત એ છે કે રમ્યા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્રની ભત્રીજી છે.
રમ્યાના કાકા ચો રામાસ્વામી તમિલ ફિલ્મોના જાણીતા કોમેડીયન હતા ને પ્રખ્યાત પત્રકાર પણ હતા. તુઘલક નામના રાજકીય વ્યંગ માટે જાણીતા મેગેઝિનના કારણે દેશભરમાં ખ્યાતિ મેળવનારા ચો રામાસ્વામી મોદીના નજીકના મિત્ર હતા. મોદી વડાપ્રધાન બનશે તેવી આગાહી સૌથી પહેલાં ચો રામાસ્વામીએ કરી હતી.
મુંબઈઃ પ્રભાસ સ્ટારર 'બાહુબલી' અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મનાં પાત્રો લોકોની જીભે ચડી ગયાં છે. આ પાત્રોમાં એક પાત્ર મહારાણી 'શિવાગામી'નું છે. ફિલ્મમાં આ પાત્ર દક્ષિણની જાણીતી અભિનેત્રી રમ્યા કૃષ્ણને ભજવ્યું છે. તમિલ ફિલ્મોમાં જાણીતી રમ્યાને હિન્દી દર્શકો બહુ નથી ઓળખતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -