બોલિવૂડના આ એક્ટરની બહેન પર લાગ્યો ચોરીનો આરોપ!
આ પોસ્ટ પર તેણે લખ્યુ છે કે, કોકોચી મિકીમોટો દુનિયામાં 'પર્લ કિંગ' નામથી જાણીતો છે. વર્ષ 1916થી તે કામ કરે છે આ બ્રાન્ડ ઇન્ડસ્ટ્રીમાં એક બેંચમાર્ક છે. કદાચ એટલે જ 'જ્વેલરી ડિઝાઇનર ઓફ ધ યર' રિદ્ધિમા કપૂર આ ડિઝાઇનને પોતાની બ્રાન્ડ નેમ સાથે વેચતા પોતાને રોકી ન શકી. 'ડાયટ સબ્યા'ની આ પોસ્ટ બાદ ઘણાં ઇન્સ્ટાગ્રામ યૂઝર્સે રિદ્ધિમાની ડિઝાઇનને નકલી અને કોપી જણાવી છે. જોકે આ મામલે રિદ્ધિમાએ નિવેદન આપીને અસલી ડિઝાઈનરને ટેગ ન કરવા પર માફી માગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ તેની જ્વેલરીનું નવું ફેસ્ટિવ કલેક્શન લોન્ચ કર્યુ હતું. જેમાં તેણે મોતી અને ડાયમંડની ઇયર રિંગ્સનું કલેક્શન લોન્ચ કર્યુ હતું. બાકી તો બધુ જ બરાબર હતું પણ ઇયર રિંગની એક ખાસ જોડીને કારણે રિદ્ધિમા પર ડિઝાઇન ચોરીનો આરોપ લાગ્યો છે. આ આરોપ 'ડાયટ સબ્યા' નામનાં એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા લગાવવામાં આવ્યો છે.
'ડાયટ સબ્યા'એ બે તસવીર શેર કરતાં રિદ્ધિમા પર આરોપ લગાવ્યો છે કે તેનો દાવો છે કે અસલમાં આ ડિઝાઇન 'કોકીચી મિકીમોટો'ની છે. રિદ્ધિમાએ ન ફક્ત ડિઝાઇન પણ તસવીર પણ મિકીમોટોની વેબસાઇટ પરથી ઉઠાવી છે. 'ડાયટ સબ્યા'એ બંને તવસીર શેર કરી છે. જેમાં તેણે એક ઇયરિંગ દેખાય છે અને બીજીમાં રિદ્ધિમાની પોસ્ટ નજર આવે છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર જાણીતી જ્વેલર ડિઝાઈનર છે. 'R' નામથી તેની એક સફલ જ્વેલરી બ્રાન્ડ છે. જેની ડિઝાઈન લોકોને ખૂબ પસંદ છે, પરંતુ હાલમાં જ તેની આ બ્રાન્ડ પર ડિઝાઈન ચોરીનો આરોપ લાગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -