સેટ પર આ એક્ટ્રેસને કુતરુ કરડ્યું, મેકર્સ પર લગાવ્યો ગંભીર આરોપ
એપ્રિલ મહિનામાં સેટ પર શૂટિંગ દરમિયાન અચાનક રીનાને એક કુતરું કરડી ગયું હતું. જેના કારણે તેનો ચહેરો ખરાબ થઈ ગયો હતો. હુમલાની તેની એક આંખ નીચે ઈજા થઈ હતી જેના કારણે તે ખૂબ જ તકલીફમાં હતી. ઘટના બાદ તેણે શૂટિંગથી બ્રેક લઈ લીધો હોત અને સારવાર કરાવી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસે તેની જાણકારી સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. હવે આ મામલે નવી વાત સામે આવી છે. એક્ટ્રેસ આરોપ લગાવ્યો કે તેની સારવારમાં ચાર મહિના જેટલો સમય લાગ્યો અને સીરિયલે તેને હજુ સુધી તેના માટે કોઈ વળતર આપ્યું નથી અને ન તો ભૂલ સ્વીકારી છે. તેણે કહ્યું કે, મેકર્સ પાસેથી તેના 12 લાખ રૂપિયા લેવાના નીકળે છે. હાલમાં રીનાનું સ્થાન સીરિયલમાં પત્રાલી ચટ્ટોપાધ્યાયે લઈ લીધું છે.
બીજી બાજુ રીનાનું કહેવું છે કે, સેટ પર કંઈપણ થાય તો તેની જવાબદારી સંપૂર્ણ મેકર્સની હોય છે. તેના પર કુતરાનો હુમલો મેકર્સની બેજવાબદારીને કારણે થયો હતો. સેટ પર સુરક્ષા ન હોવાને કારણે આ ઘટના થઈ હતી. તેણે કહ્યું કે, મેકર્સ પોતાની ભૂલ નથી માની રહ્યા, જ્યારે મીડિયા સાથે વાત ન કરવાનું દબાણ કરી રહ્યા છે.
મુંબઈઃ ‘ક્યા હાલ મિસ્ટર પંચાલ’ સીરિયલની એક્ટ્રેસ રીના અગ્રવાલની મુસીબત દિવસેને દિવસે વધી રહી છે. રીનાએ હાલમાં જ એક વેબસાઈટ સાથે વાતચીતમાં સીરિયલના મેકર્સ પર રૂપિયા ન આપવાનો આરોપ લગાવ્યો છે. રીના આ સીરિયલમાં પ્રેમાની ભૂમિકા ભજવી રહી હતી.
રીનાએ સ્પોટબોય સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેની સાથે આ ઘટના ઘટી તેના છ મહિના પહેલાથી જ શોના મેકર્સ કહી રહ્યા હતા કે તે સારું કામ નથી કરી રહી. તેને આશ્ચર્ય થયું કે આ ઘટના બાદ પ્રોડક્શનના હેડ વિપુલ ડી શાહે તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -