નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર ઋષિ કપૂર અંદાજે 11 મહિના બાદ કેન્સરની સારવાર કરાવીને ન્યૂયોર્કથી ભારત પરત ફર્યા છે. તેમના ફેન્સ સહિત બોલિવૂડ પણ તેમની આતૂરતથી રાહ જોઈ રહ્યા હતા. ગઈકાલે રાતે ઋષિ કપૂર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા. ઋષિ કપૂરનો જે વીડિયો અને તસવીર સામે આવી છે તેને જોઈને ફેન્સ અને તેના ચાહકો ખુશ થઈ ગયા હશે.

જ્યારથી ઋષિ કપૂરને કેન્સરના અહેવાલ સામે આવ્યા હતા ત્યારથી તેના ફેન્સ સહિત સમગ્ર દેશ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને ઝડપથી સાજા થવાની કામના પણ કરી રહ્યા હતા. ઋષિ કપૂર અને નીતૂની ભારત વાપસીની જાણકારી સૌથી પહેલા અભિનેતા અનુપમ ખેરે આપી હતી.

તેઓ પણ પોતાના દેશ અને ઘરને ખૂબ જ યાદ કરી રહ્યા હતા. મુંબઈ આવવાથી તેઓ કેટલા ખુશ છે તે તેમની તસવીરો પરથી જ જોઈ શકાય છે. ઋષિ કપૂર અને નીતા કપૂરે એરપોર્ટ પર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. ઋષિ કેઝુઅલ લૂકમાં હતા જ્યારે નીતૂ બ્લેક ટોપ, ડેનિમ જીન્સ અને બ્લેક શ્રગમાં જોવા મળી હતી. સોમવારે તેમની દીકરી રિદ્ધિમાં કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તેના માતા-પિતા ભારત પરત ફરી રહ્યા છે તે અંગે જાણકારી આપી હતી.